ભારતનું ચંદ્ર મિશન ચંદ્રયાન-3 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરવાનું છે ત્યારે ઈતિહાસ રચાઇ રહ્યો છે. ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર પ્રથમ રાષ્ટ્ર બનવા જઈ રહ્યું છે. વિશ્વભરના શુભેચ્છકો ચંદ્રયાન-3ના લેન્ડર મોડ્યુલના સફળ ઉતરાણ માટે પ્રાર્થના કરી રહ્યા છે. વર્જિનિયા, યુનાઇટેડ સ્ટેટ્સમાં, મિશનની સફળતા માટે ભારતીય અમેરિકનો દ્વારા એક વિશેષ `હવન` કરવામાં આવ્યો હતો. અમેરિકામાં ભારતીય ડાયસ્પોરાના સભ્યો ભારતના ચંદ્ર મિશનની સફળતાપૂર્વક લેન્ડિંગ માટે ઉત્સાહિત છે. ન્યુ જર્સીમાં પણ ભારતીય ડાયસ્પોરાએ ઈસરોના મિશનની સફળતા માટે પ્રાર્થના કરી હતી.

















