ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કરી કિમ જોંગ ઉનને ફરી મળવાની ઈચ્છા
કિમ જોંગને મળવા માટે ઉત્સુક છે ટ્રમ્પ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ ઉનનો ઉત્સાહજનક પત્ર મળ્યો અને તેમને ફરી મળવા માટે તે ઉત્સુક છે. ટ્રમ્પે કહ્યું છે કે કોરિયાઈ પ્રાયદ્વીપને પરમાણુ મુક્ત કરવા બાબતે ફરીથી વાત કરવા માટેની મુલાકાત નજીકના સમયમાં થઈ શકે છે.
ટ્રમ્પે બુધવારે તેમના કેબિનેટ સાથીઓ સાથે બેઠક કરી હતી અને કહ્યું હતું કે , મને હમણા જ કિમ જોંગ ઉનનો એક પત્ર મળ્યો . મે કેટલાક લોકોને આ પત્ર બતાવ્યો છે તેમનુ કહેવુ છે કે કિમ જોને આ પહેલા આવો પત્ર પહેલા ક્યારેય લખ્યો નથી. આ ઉત્સાહની વાત છે. અમે કિમ સાથે મળીને સારી એવી પ્રગતિ કરી છે. ઉત્તર કોરિયામાં ભરપૂર આર્થિક ક્ષમતા છે તેથી કિમ સાથેની આ મુલાકાતની હુ રાહ જોઈશ.'
ADVERTISEMENT
સિંગાપોરમાં થઈ હતી પહેલી શિખર વાર્તા
ટ્રમ્પ અને કિમ વચ્ચે ગયા વર્ષે 12 જૂને સિંગાપોરમાં પહેલી શિખર વાર્તા થઈ હતી. જેમા કોરિયાઈ પ્રાયદ્વિપને પરમાણુ મુક્ત કરવા પર સહમતિ બની હતી. જો કે ત્યારથી આ બાબતે કોઈ ખાસ પ્રગતિ થઈ નથી.
પ્રગતિશાળી લોકોને જ મળે અમેરિકામાં પ્રવેશ
ટ્ર્મ્પે કહ્યું હતું કે, ' અમે ઈચ્છીએ છીએ કે વીઝામાં લોટરી સિસ્ટમ બંધ કરવામાં આવે. મેરિટ અને પ્રતિભાના આધારે જ એવા લોકોને અમેરિકામાં પ્રવેશ આપવામાં આવે જે કંપનીઓની પ્રગતિમાં મદદરૂપ થઈ શકે. ' ટ્ર્મ્પે એ વાત પર પણ જોર મુક્યો હતો કે મેક્સિકોની સીમા પર દીવાલ ઉભી કરવાના કારણે અમેરિકામાં ગેરકાયદે થતા પ્રવેશને રોકવામાં મદદ મળી છે.

