ડિરેક્ટર હંસલ મહેતાએ ગુજરાતી મિડ-ડે ડૉટકૉમ સાથે નેટફ્લિક્સ પર તેમના નવીનતમ વેબ શો ‘સ્કૂપ’ સ્ટ્રીમિંગ વિશે ખાસ વાત કરી. જીજ્ઞા વોરાના પુસ્તક ‘બિહાઇન્ડ ધ બાર્સ ઇન ભાયખલા: માય ડેઝ ઇન જેલ’ પર આધારિત શો મહત્વાકાંક્ષા, સ્પર્ધા અને પરિવારના કપરા સમયની વાર્તા છે. હંસલ મહેતાએ જિગ્ના વોરાને પ્રથમ વખત મળવા, સિરીઝ માટે ગુજરાતી કલાકારોને કાસ્ટ કર્યા અને આ પ્રોજેક્ટ પર કામ કર્યા પછી પત્રકારો અને મીડિયાની વાત આવે ત્યારે હવે તેમનો પરિપ્રેક્ષ્ય કેવી રીતે બદલાઈ ગયો છે તે વિશે પોતાના અનુભવો શૅર કરે છે.