કિંજલ દવેના લગ્ન જોજો ઍપના ફાઉન્ડર ધ્રુવિન શાહ સાથે નક્કી થઈ ગયાં છે અને તેમના ગોળધાણાંના સમારોહમાં અનેક જાણીતા લોકોએ હાજરી આપી હતી. પરંતુ, કારણકે કિંજલ દવેએ આંતરજ્ઞાતિય વિવાહ નક્કી કર્યા છે તેથી પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજે તેનો અને તેના પરિવારનો બહિષ્કાર કર્યો છે. સમાજે એવું નિવેદન બહાર પાડ્યું હતું કે, કિંજલ દવે અને તેના પરિવારને નાતબહાર કરવામાં આવે છે અને જો કોઈ તેમની સાથે સંબંધ રાખશે તો તેમને પણ નાતબહાર કરવામાં આવશે. આ સમગ્ર ઘટના બાદ કિંજલ દવેએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેના પછી વર્લ્ડ બ્રાહ્મણ આૅર્ગેનાઇઝેશન દ્વારા માગણી કરાઈ કે કિંજલ દવે માફી માગે. ત્યાર બાદ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે કેટલાક લોકો સાથે વાત કરી અને આ વિશે તેમનું શું કહેવું છે અંગે તેમનો મત જાણવાનો પ્રયત્ન કર્યો. જાણો આ મુદ્દે વધુ...
23 December, 2025 02:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent