સોશિયલ મીડિયા પર ફિલ્મ શૉ ફિલ્ટર સાથે સેલેબ્સે તેમને પ્રથમ વખત મંત્રમુગ્ધ કરી સિનેમા તરફ આકર્ષિત કરનારી પહેલી ફિલ્મ કઈ હતી, તે વિશે વાત કરી
ફાઇલ તસવીર
ઑસ્કરમાં ભારત તરફથી નોમિનેટ થયેલી ફિલ્મ ‘છેલ્લો શૉ’ (Last Film Show)ની સફળતા ઉજવવા સેલિબ્રિટીઝ તેમના પ્રથમ ફિલ્મ શૉ વિશે વાત કરવા માટે એકસાથે જોડાયા હતા. વિદ્યા બાલન, રકુલ પ્રીત સિંહ, તાપસી પન્નુ, ઈશાન ખટ્ટર, શકુન બત્રા, વામિકા ગબ્બી, સૈયામી ખેર, પાવેલ ગુલાટી, પ્રતીક ગાંધી, સોહમ મઝુમદાર, વરુણ મિત્રા, સેંધિલ રામામૂર્તિ, સિદ્ધાર્થ રોય કપૂરે એકસાથે આવી પોતે જોયેલી પહેલી ફિલ્મને યાદ કે હતી.
સોશિયલ મીડિયા પર ફિલ્મ શૉ ફિલ્ટર સાથે સેલેબ્સે તેમને પ્રથમ વખત મંત્રમુગ્ધ કરી સિનેમા તરફ આકર્ષિત કરનારી પહેલી ફિલ્મ કઈ હતી, તે વિશે વાત કરી. સિદ્ધાર્થ માટે આ ફિલ્મ શોલે હતી, જ્યારે વિદ્યા માટે તે રિચર્ડ એટનબરોની ગાંધી હતી. રકુલ માટે તે કુછ કુછ હોતા હૈ જ્યારે તાપસી માટે તે છોટા ચેતન હતી. રોય કપૂર ફિલ્મ્સ દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
View this post on Instagram
રસપ્રદ વાત એ છે કે, બિગ બોસ 16 અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પણ છેલ્લો શૉનું પ્રમોશન કરવામાં આવ્યું હતું જ્યારે ફિલ્મના પ્રીમિયરમાં દીપિકા પાદુકોણ, વિદ્યા બાલન, આદિત્ય રોય કપૂર, શ્રિયા પિલગાંવકર, કીર્તિ કુલહારી વગેરેએ હાજરી આપી હતી. ફિલ્મને દર્શકો તરફથી સ્ટેન્ડિંગ ઓવેશન પણ મળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે છેલ્લો શૉનું નિર્માણ રોય કપૂર ફિલ્મ્સ, જુગાડ મોશન પિક્ચર્સ, મોનસૂન ફિલ્મ્સ અને છેલ્લો શૉ એલએલપી દ્વારા કરવામાં આવ્યું છે. PVR સાથે ભાગીદારીમાં રોય કપૂર ફિલ્મ્સ ભારતમાં ફિલ્મનું વિતરણ કરી રહી છે.

