ઝીશાન અય્યુબ નેટફ્લિક્સની સિરીઝ `સ્કૂપ`માં તેમની અત્યંત મજબૂત ન્યૂઝ એડિટર તરીકેની ભૂમિકા માટે ચર્ચામાં છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાતચીતમાં, તેમણે શેર કર્યું કે શૂટિંગના થોડા દિવસો પહેલા તેમના પગ ઠંડા પડી ગયા હતા કારણ કે તે પ્રથમ વખત એક નમ્ર અને શહેરી પાત્ર ભજવી રહ્યા હતા. તેમના અભિનય માટે તેમને ખૂબ પ્રશંસા મળી છે અને તે બદલ તેઓ અભિભુત છે અને તેમની આંખોમાં ખુશીના આંસુ પણ આવી ગયા હતા. ઝીશાન કહે છે કે ઘણા પત્રકારોને લાગે કે તેમણે `સ્કૂપ` સિરીઝના તેમના પાત્રમાંથી શીખવું જોઈએ અને આ વાતથી તેઓ પોતે પણ આશ્ચર્યચકિત છે.














