બોલિવૂડ સ્ટાર્સ સારા અલી ખાન, આદિત્ય રોય કપૂર અને દિશા પટાનીએ ઈન્ડિયા કોચર વીકના 7મા દિવસે રેમ્પ વોક કર્યું હતું. સારા અલી ખાન અને આદિત્ય રોય કપૂરે શાંતનુ અને નિખિલના ઈથેરિયા માટે શોસ્ટોપર્સ તરીકે રેમ્પ વોક કર્યું હતું, જ્યારે દિશા પટાનીએ ડિઝાઇનર ડોલી જે માટે રેમ્પ વોક કર્યું હતું. આદિત્ય રોય કપૂર સફેદ સલવાર પહેરી હતી. દિશા પટાની કન્ટેમ્પરરી કટ સાથે ચમકદાર સિલ્વર લહેંગા સેટમાં શોભતી હતી. ઈન્ડિયા કોચર વીક 25 જુલાઈથી શરૂ થયું હતું અને 2 ઓગસ્ટે દિલ્હીના તાજ પેલેસમાં સમાપ્ત થશે.














