કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત ફિલ્મ `નાદાનિયાં`માં તેમના અભિનયને કારણે નવા કલાકારો ઇબ્રાહિમ અલી ખાન અને ખુશી કપૂર તાજેતરમાં ટ્રોલ થયા હતા. ફિલ્મ કે મુખ્ય કલાકારોનો અભિનય દર્શકો અને વિવેચકો બંનેને પસંદ પડ્યો નહીં. મુંબઈમાં પંજાબી ફિલ્મ અકાલના ટ્રેલર લોન્ચ દરમિયાન, કરણે સ્ટાર કિડ્સ દ્વારા મળેલા વિરોધ પર પોતાનું મૌન તોડ્યું.