પાર્ટી હોય કે પ્રીમિયર, તમે જૅકી શ્રૉફને તેના હાથમાં એક છોડનો રોપો પકડેલા જોયા હશે અને આ તેમને માટે કોઈ અસામાન્ય બાબત નથી. જૅકી શ્રૉફ છોડને પોતાની એક્સેસરી બનાવે છે અને આ અકારણે નથી. આ તેમની આગવી રીત છે દરેકને એ યાદ અપાવવાની કે દરેક વ્યક્તિએ પર્યાવરણની જાળવણી અને જાગૃકતા ફેલાવવા માટે પોતાનું યોગદાન આપવું જોઈએ. એક્ટરે પર્યાવરણની કેળવણી અને જાળવણી માટે પોતાનો અવાજ ઉઠાવ્યો છે. વિશ્વ પર્યાવરણ દિવસ 2024 નિમિત્તે આ વખતે મિડ-ડે સાથેની ખાસ વાતચીતમાં તેમણે પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કર્યો છે. તેમણે શું કહ્યું તે જાણવા માટે જુઓ આખો વીડિયો...