ફ્રેડી દારૂવાલા વેબ સિરીઝ `ઈન્સ્પેક્ટર અવિનાશ`માં સ્વચ્છ રાજકારણીનો રોલ કરી રહ્યો છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેના એક ખાસ ઇન્ટરવ્યુમાં તે કેવી રીતે પૉકેટ-મની માટે ટ્યુશન લેતો હતો તે શૅર કરતી વખતે સુપર સ્મૂધ અને સ્પષ્ટ ગુજરાતીમાં વાત કરે છે. આ સુરતી હંક કહે છે કે તેને તેના દેખાવને કારણે તેણે ઘણીવાર અસ્વીકારનો સામનો કર્યો હતો. કારણકે કેટલાક નિર્માતાઓ તેના મુખ્ય અભિનેતાને ઢાંકી દેવા માંગતા ન હતા. આ નિખાલસ વાતચીતમાં તે તેની અભિનય પ્રક્રિયા, ચા અને સેવપુરી પ્રત્યેનો તેનો પ્રેમ અને ઘણું બધું શૅર કરે છે. સંઘર્ષ કરી રહેલા એક્ટરો માટે તેમની સલાહ એવી છે કે જેને ચૂકી ન જવી જોઈએ.