શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ ‘પઠાણ’ બૉલિવૂડના બૉયકૉટ ટ્રેન્ડનો શિકાર બની છે. `બેશરમ રંગ` ગીતમાં દીપિકાએ પહેરેલા કેસરી રંગના આઉટફિટને કારણે આ વિવાદ શરુ થયો છે. મધ્ય પ્રદેશના ગૃહપ્રધાન નરોત્તમ મિશ્રાએ કહ્યું હતું કે, આ ગીત ખૂબ જ વાંધાજનક છે અને ગંદી માનસિકતા સાથે શૂટ કરવામાં આવ્યું છે. તેમના આ નિવેદન પછી વિવિધ રાજકીય નેતાઓ આ ગીત અને ફિલ્મ સામે વાંધો ઉએઠાવી રહ્યાં છે.