ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના `સ્ત્રીત્વ`ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બોક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. મનોરંજન જગતમાં અભિનેત્રીઓ મોખરે જ રહી છે. ફિલ્મ, વેબ સિરીઝ હોય કે પછી ટીવી સિરિયલો તમે ઍક્ટર્સને અનેક જોખમી સ્ટંટ્સ અને ઍક્શન કરતાં જોયા જ હશે અને તે જોઈને કહેતા હશો કે “વાહ ક્યાં સીન હૈ!“ જોકે હકીકતમાં તો આવા ખતરનાક સ્ટંટ્સ કોઈ ઍક્ટર્સ નહીં પણ તેમના બૉડી ડબલ કરતાં હોય છે. આજે આપણી સાથે એવા રિયલ લાઈફ ‘વન્ડર વુમન’ છે જે પોતાના જીવને જોખમમાં મૂકી બૉલિવૂડની હસીનાઓ માટે સ્ટંટ અને ઍક્શન કરે છે. તો ચાલો જાણીએ શિલ્પા કાતરિયા અને તેમની કારકિર્દી બાબતે. આ સાથે શિલ્પા કાતરિયાના ખતરનાક સ્ટંટ વીડિયો જોવા માટે ગુજરાતી મિડ-ડે ડોટ કૉમના ઇન્સ્ટાગ્રામ પેજ પર વિઝિટ કરો. પેજ પર જવા માટે અહીં કિલક કરો.
01 January, 2025 11:13 IST | Mumbai | Viren Chhaya