સિદ્ધાર્થ અને કિયારા જેસલમેર પૅલેસ હોટેલમાં લગ્ન કરશે એવું જાણવા મળ્યું છે
સિદ્ધાર્થ અને કિયારા
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ૬ ફેબ્રુઆરીએ રાજસ્થાનના પૅલેસમાં લગ્ન કરશે એવી ચર્ચા ચાલી રહી છે. ગયા વર્ષે વિકી કૌશલ અને કૅટરિના કૈફે પણ રાજસ્થાનના સવાઈ માધોપુરમાં ‘ધ સિક્સ સેન્સિસ ફોર્ટ બરવારા’માં લગ્ન કર્યાં હતાં. હવે સિદ્ધાર્થ અને કિયારા જેસલમેર પૅલેસ હોટેલમાં લગ્ન કરશે એવું જાણવા મળ્યું છે. ૪ અને ૫ ફેબ્રુઆરીએ મેંદી, હલદી અને સંગીત સેરેમની યોજાશે. જોકે બન્ને તરફથી કોઈ માહિતી આપવામાં આવી નથી. આ બન્ને ઘણા સમયથી રિલેશનમાં છે. તેમનાં લગ્નમાં નજીકનાં સગાંસંબંધીઓ અને ફ્રેન્ડ્સને આમંત્રિત કરવામાં આવશે. લગ્ન માટે બૉલીવુડ માટે રાજસ્થાન ફેવરિટ ડેસ્ટિનેશન બની રહ્યું છે. પ્રિયંકા ચોપડા જોનસે પણ ત્યાં જ લગ્ન કર્યાં હતાં.