વિધુ વિનોદ ચોપડા કહે છે કે મુન્નાભાઈ 3નું પણ કામ ચાલી રહ્યું છે
‘3 ઇડિયટ્સ’ ફિલ્મનું પોસ્ટર
ગયા વર્ષે સુપરહિટ ફિલ્મ ‘12th ફેલ’ ડિરેક્ટ કરનારા વિધુ વિનોદ ચોપડાએ સંકેત આપ્યો છે કે આગામી સમયમાં ‘3 ઇડિયટ્સ’ની સીકવલ ‘2 ઇડિયટ્સ’ અને મુન્નાભાઈ 3’ બની શકે છે. વિધુ વિનોદ ચોપડાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘હું આ બન્ને ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો છું. અત્યારે તો આ પ્રોજેક્ટ શરૂઆતના તબક્કામાં છે. પહેલાં અમે એક-બે વર્ષ લખીશું અને એના પછી ફિલ્મ બનશે. મને લાગે છે કે ‘2 ઇડિયટ્સ’ અને ‘મુન્નાભાઈ 3’ બનવાની શક્યતા છે.’
આ બન્ને ફિલ્મો વિધુ વિનોદ ચોપડાએ પ્રોડ્યુસ કરી હતી અને એનું ડિરેક્શન રાજકુમાર હીરાણીએ કર્યું હતું.