બધા માટે એક જ ક્વૉલિટીનું ભોજન બને છે. આ વાત તૈમુર અને જેહની કાળજી લેનાર લલિતા ડિસિલ્વાએ કહી છે
ફાઇલ તસવીર
કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન ક્યારેક ઘરના સ્ટાફ સાથે બેસીને જમે છે. રસોઈમાં સ્ટાફ સાથે કોઈ પ્રકારનો ભેદભાવ નથી થતો. બધા માટે એક જ ક્વૉલિટીનું ભોજન બને છે. આ વાત તૈમુર અને જેહની કાળજી લેનાર લલિતા ડિસિલ્વાએ કહી છે. તેમનાં બાળકોની તે છેલ્લાં ૮ વર્ષથી કાળજી લઈ રહી હતી. હવે તે રામ ચરણની દીકરીની સંભાળ લઈ રહી છે. કરીનાની ફૅમિલી વિશે લલિતા ડિસિલ્વા કહે છે, એવું અનેક વખત બન્યું છે જ્યારે અમે બધાં સાથે બેસીને જમીએ છીએ.
કરીના અને સૈફની રહેણીકરણી સરળ છે એવું પણ તે જણાવે છે. સાથે જ સૈફ અલી ખાનની કુકિંગ સ્કિલ વિશે લલિતા કહે છે, ‘સૈફ સરને કુકિંગ કરવું ગમે છે. તેઓ સ્વાદિષ્ટ ભોજન બનાવે છે. તેઓ સ્પૅગેટી, પાસ્તા અને ઇટાલિયન ફૂડ પણ ટેસ્ટી બનાવે છે.’