Taimur and Jeh Ali Khan Nanny: લતા હાલમાં સાઉથની ફિલ્મોના સુપર સ્ટાર ઍક્ટર રામ ચરણ અને ઉપાસનાની દીકરી ક્લીન કારાની સંભાળ રાખે છે.
કરીના કપૂર ખાન અને જેહને તેડીને ઊભી રહેલી નૅની લલિતા ડી સિલ્વા
બૉલિવૂડના ફેમસ કપલ કરીના કપૂર અને સૈફ અલી ખાન (Taimur and Jeh Ali Khan Nanny) તેમના બાળકો તૈમુર અને જેહ સાથે જોવા મળે છે. બાન્દ્રાના તેમના ઘરની બહાર અથવા ઘરે જતી વખતે અનેક વખત પાપરાઝીના કૅમેરામાં કેદ થયા છે. આ સાથે તૈમુર અને જેહ સાથે તેમની નૅની પણ જોવા મળે છે. થોડા સમય પહેલા તૈમુર અને જેહની નૅનીએ અનંત અંબાણીની પણ સંભાળ લીધી હતી એવો પણ ખુલાસો થયો હતો. આ નૅની છે લલિતા ડી સિલ્વા ઉર્ફે લતા જેમણે અનેક સેલેબ્સ અને વીઆઇપી લોકોના બાળકોની સંભાળ લીધી છે. જો કે હાલમાં લતાએ કરીના કપૂરની અનેક એવી રસપ્રદ વાતોને જાહેર કરી હતી, જેણે સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે.
તૈમુર અને જેહની નૅની લતાએ (Taimur and Jeh Ali Khan Nanny) એક યુટ્યુબર સાથે ઇન્ટરવ્યૂ કર્યો હતો. આ દરમિયાન તેણે કરીનાના બંને દીકરાની સંભાળ લેવાનો અનુભવ જણાવ્યો હતો. લતાએ કહ્યું, “કરીના તેના બાળકો પ્રત્યે ખૂબ જ પ્રેમાળ છે. તે અત્યંત શિસ્તબદ્ધ છે અને મને લાગે છે કે તેનું કારણ તેની મમ્મી બબીતા છે કારણકે પણ અત્યંત શિસ્તબદ્ધ છે. મેં કરીનાનું બાળપણ અંગત રીતે જોયું નથી, પરંતુ તેણે મને જે કહ્યું તેના પરથી મને કહેવામાં આવ્યું કે તેની મમ્મી ખૂબ જ શિસ્તબદ્ધ હતી, હંમેશા તેના અભ્યાસ પર ધ્યાન આપતી હતી અને સમયપત્રક જાળવતી અને તેનું પાલન કરતી હતી."
ADVERTISEMENT
આ સાથે લતાએ કરીના કયો ધર્મ પાળે છે તે બાબતે પણ ખુલાસો કર્યો હતો. અભિનેત્રીની આધ્યાત્મિક બાજુનો ખુલાસો કરતાં લતાએ કહ્યું, “કરીના કપૂર (Taimur and Jeh Ali Khan Nanny) પણ તેની મમ્મીની જેમ ખ્રિસ્તી (ક્રિશ્ચિયન) ધર્મનું પાલન કરે છે. તે મને કહેતી કે જો તમને ભજન વગાડવું ગમે તો મારા બાળકો માટે ભજન વગાડજો. કરીના પણ મને પંજાબી ગીત – “એક ઓંકાર વગાડવા”નું કહેતી હતી. તે એ પણ જાણે છે કે તેના બાળકોને સકારાત્મક વાઇબ્સથી ઘેરાયેલા રાખવા મહત્ત્વપૂર્ણ છે.”
લતા હાલમાં સાઉથની ફિલ્મોના સુપર સ્ટાર ઍક્ટર રામ ચરણ અને ઉપાસનાની દીકરી (Taimur and Jeh Ali Khan Nanny) ક્લીન કારાની સંભાળ રાખે છે. આ સાથે લતાએ ટ્રોલ્સ વિશે તેમનો મત રજૂ કર્યો. તેણે કહ્યું, “મને ખબર નથી કે લોકો આ સેલિબ્રિટીઓને કેમ ટ્રોલ કરે છે. આપણાં કરતાં સૌથી વધુ તેઓને તેમના બાળકો સાથે કેવો વ્યવહાર કરવો તેની સમજ છે. તેઓ તેમના બાળકોના હાથ અથવા પગ કેવી રીતે પકડે છે તે વિશે તેઓએ વધુ સાવચેત રહેવું જોઈએ. પ્રામાણિકપણે, સાર્વજનિક આ સેલેબ્સને વિવાદોમાં ખેંચવાનો અને કોઈ કારણ વિના તેમને ટ્રોલ કરવાનો રસ્તો શોધતો રહે છે. તેઓ પોતાના ફાયદા માટે આ કરે છે.”