Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સંજય દત્તની ‘ખલનાયક 2’ની તૈયારી કરી રહ્યા છે સુભાષ ઘઈ

સંજય દત્તની ‘ખલનાયક 2’ની તૈયારી કરી રહ્યા છે સુભાષ ઘઈ

24 August, 2023 07:34 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુભાષ ઘઈ હવે ‘ખલનાયક 2’ની તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મમાં સંજય દત્ત જોવા મળશે. ‘ખલનાયક’ની રિલીઝને ૩૦ વર્ષ પૂરાં થયાં છે.

સુભાષ ઘાઈ

સુભાષ ઘાઈ


સુભાષ ઘઈ હવે ‘ખલનાયક 2’ની તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મમાં સંજય દત્ત જોવા મળશે. ‘ખલનાયક’ની રિલીઝને ૩૦ વર્ષ પૂરાં થયાં છે. ફિલ્મનાં ગીતો અને કલાકારો આજે પણ યાદગાર છે. આ ફિલ્મને ચાર સપ્ટેમ્બરે રી-રિલીઝ કરવામાં આવશે. આજે બૉલીવુડમાં સીક્વલનો દોર ચાલે છે. ‘ગદર 2’ અને ‘OMG 2’ પણ લોકોને ખૂબ ગમી રહી છે. એથી સુભાષ ઘઈએ પણ ‘ખલનાયક’ની સીક્વલની તૈયારીઓ શરૂ કરી દીધી છે. એ વિશે સુભાષ ઘઈએ કહ્યું કે ‘તમને ટૂંક સમયમાં અમારી કંપની દ્વારા અમારી આ આઇકૉનિક સીક્વલ વિશે સાંભળવા મળશે. અમારી ટીમ સ્ટોરી પર કામ કરી રહી છે. લોકોને જૂની યાદો પસંદ હોય છે. ‘ખલનાયક’નો બલ્લુ બલરામ એમાં જોવા મળશે. ‘ગદર 2’ની સફળતા બાદ મને મેસેજિસ આવી રહ્યા છે કે તમે ‘ખલનાયક 2’ કેમ નથી બનાવતા? એથી અમે એના પર વિચાર કરી રહ્યા છીએ. તમને જલદી જ એ વિશે સાંભળવા મળશે. એમાં સંજય દત્તની સાથે નવા કલાકારો પણ જોવા મળશે.’


Whatsapp-channel Whatsapp-channel

24 August, 2023 07:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK