અદનાના સમીના પિતા પાકિસ્તાની હતા અને તેનો જન્મ યુકેમાં થયો હતો, પરંતુ તે ૨૦૧૬માં ભારતીય નાગરિક બની ગયો છે.
અદનાન સમી
અદનાન સમીનું કહેવું છે કે તે પાકિસ્તાનની રિયલિટીને એક્સપોઝ કરીને રહેશે. અદનાના સમીના પિતા પાકિસ્તાની હતા અને તેનો જન્મ યુકેમાં થયો હતો, પરંતુ તે ૨૦૧૬માં ભારતીય નાગરિક બની ગયો છે. તેને પદ્મશ્રી અવૉર્ડ પણ મળ્યો છે. આ વિશે અદનાન સમીએ કહ્યું કે ‘ઘણા લોકો મને પૂછે છે કે હું શું કામ પાકિસ્તાનની ટીકા કરું છું. સાચી વાત તો એ છે કે પાકિસ્તાનના લોકોને હું નફરત કરું છું એવું જરા પણ નથી. તેમ જ મને પ્રેમ આપનાર લોકોને તો બિલકુલ નહીં. મને પ્રેમ કરનાર દરેકને હું પ્રેમ કરું છું. જોકે મારો ત્યાંના એસ્ટાબ્લિશમેન્ટ સાથે પ્રૉબ્લેમ છે. મને જે લોકો ઓળખે છે તેમને ખરેખર ખબર છે કે મારી સાથે વર્ષો સુધી કેવો વ્યવહાર કરવામાં આવ્યો છે. એ જ સૌથી મોટું કારણ છે કે મેં પાકિસ્તાન છોડ્યું હતું. મને જે રીતે ટ્રીટ કરવામાં આવ્યો હતો એ વિશે બહુ જલદી એક દિવસ હું એ રિયલિટીને બહાર લાવીશ. ઘણા લોકોને આ વિશે નહીં ખબર હોય. ખાસ કરીને સામાન્ય વ્યક્તિને અને તેઓ આ જાણીને સ્તબ્ધ થઈ જશે. આ વિશે મેં ઘણાં વર્ષોથી ચૂપકી સાધી હતી, પરંતુ હવે સમય આવી ગયો છે કે હું એ વિશે વાત કરું.’