રાજકુમાર હીરાણીની આ ફિલ્મ ૨૦૨૩ની બાવીસ ડિસેમ્બરે રિલીઝ થવાની છે
શાહરુખ ખાન
શાહરુખ ખાન ‘ડંકી’નું શૂટિંગ કરવા દુબઈ જવાનો છે. શાહરુખે લંડન અને બુડાપેસ્ટનું શૂટિંગ પૂરું કરી લીધું છે. હવે તે વધુ એક ઇન્ટરનૅશનલ શેડ્યુલ માટે ઊપડવાનો છે. આ ફિલ્મનું શૂટિંગ મુંબઈ અને પંજાબમાં પણ કરવામાં આવશે. રાજકુમાર હીરાણીની આ ફિલ્મ ૨૦૨૩ની બાવીસ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તેની સાથે તાપસી પન્નુ પણ લીડ રોલમાં છે. શાહરુખે અગાઉ જણાવ્યું હતું કે તે રાજકુમાર હીરાણી સાથે કામ કરવા માટે ખૂબ આતુર છે. તેણે એમ પણ કહ્યું હતું કે તે રાજકુમાર માટે ડૉન્કી મન્કી અને કંઈ પણ બનવા તૈયાર છે. ૨૦૧૮માં આવેલી શાહરુખની ‘ઝીરો’ બાદ તે ફિલ્મોમાંથી ગાયબ હતો. હવે આવતા વર્ષે તેની ત્રણ ફિલ્મો ‘ડંકી’, ‘જવાન’ અને ‘પઠાન’ રિલીઝ થવાની છે. એને લઈને તેના ફૅન્સ પણ ખૂબ એક્સાઇટેડ છે.