Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શાહરુખ ખાનને એવી આશા છે કે ‘પઠાન’નું બીજું ગીત લોકોને ગમશે

શાહરુખ ખાનને એવી આશા છે કે ‘પઠાન’નું બીજું ગીત લોકોને ગમશે

Published : 19 December, 2022 02:54 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટ્‌વિટર પર શાહરુખે ટ્વીટ કર્યું કે ‘ઇન્ફેક્શન થવાને કારણે થોડી તબિયત ખરાબ છે

દીપિકા પાદુકોણ અને શાહરુખ ખાન ઇન ફિલ્મ પઠાન

દીપિકા પાદુકોણ અને શાહરુખ ખાન ઇન ફિલ્મ પઠાન


પઠાન’નું ‘બેશરમ રંગ’ ગીત વિવાદના વમળમાં ફસાયું છે, એવામાં બીજું ગીત લોકોને ગમશે એવી આશા શાહરુખ ખાને વ્યક્ત કરી છે. તાજેતરમાં જ ટ‍્વિટર પર આસ્ક એસઆરકે સેશન શાહરુખે આયોજિત કર્યું હતું. એ સેશનમાં શાહરુખને અનેક સવાલો કરવામાં આવ્યા હતા. એ દરમ્યાન એક ફૅને સવાલ પૂછ્યો કે ‘સર, અરિજિત સિંહ વિશે તમે શું વિચારો છો?’


એનો જવાબ આપતાં શાહરુખે કહ્યું કે ‘અરિજિત તો રત્ન છે. બીજું ગીત તેના જ અવાજમાં છે. આશા છે કે બધાને ગમશે.



અન્ય એક ફૅને સવાલ કર્યો કે ‘‘પઠાન’ના પહેલા દિવસના બિઝનેસ વિશે તમારું શું પ્રિડિક્શન છે?’


એનો જવાબ આપતાં શાહરુખે કહ્યું કે ‘હું પ્રિડિક્શનના બિઝનેસમાં નથી, હું તમને મનોરંજન આપવાના અને તમને હસાવવાના બિઝનેસમાં છું.’

આ સિવાય શાહરુખના એક ટ્વીટે તેના ફૅન્સની ચિંતા વધારી દીધી છે. એને લઈને સૌકોઈ તેના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરવા માંડ્યા છે. ટ્‌વિટર પર શાહરુખે ટ્વીટ કર્યું કે ‘ઇન્ફેક્શન થવાને કારણે થોડી તબિયત ખરાબ છે. એથી ફક્ત દાલ-ચાવલ ખાઉં છું.’


Whatsapp-channel Whatsapp-channel

19 December, 2022 02:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK