‘ડંકી’ પહેલી એવી ફિલ્મ છે જેને મિડલ ઈસ્ટમાં શૂટ કરવામાં આવી છે
મલ્લિકા અગ્નિહોત્રી
શાહરુખ ખાનની ‘પઠાન’ સતત ચર્ચમાં રહી છે. હાલમાં જ શાહરુખના ફૅન્સ દ્વારા વિવેક અગ્નિહોત્રીને તેની દીકરીને પહેલાં સંભાળવા માટે કહેવામાં આવ્યું છે. શાહરુખના ગીત ‘બેશરમ રંગ’ને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે. આ ફિલ્મમાં દીપિકાએ સૅફ્રન બિકિની પહેરી હોવાથી એનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. હિન્દુઓની લાગણી દુભાઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ માટે સેન્સર બોર્ડ દ્વારા પણ તેની બિકિનીનો કલર બદલવા માટે કહેવામાં આવ્યું છે. આ મુદ્દાને લઈને વિવેક અગ્નિહોત્રીએ પણ કમેન્ટ કરી હતી. જોકે તેની કમેન્ટ બાદ શાહરુખના ફૅન્સ દ્વારા તેને ડાયરેક્ટ મેસેજ કરીને ધમકીઓ આપવામાં આવી રહી હતી. વિવેક અગ્નિહોત્રીએ કેટલાક સ્ક્રીનશૉટ શૅર કરીને કૅપ્શન આપી હતી કે ‘બાદશાહે સાચું કહ્યું હતું કે સોશ્યલ મીડિયા પર નેગેટિવિટી છે. જોકે અમે પૉઝિટિવ છીએ.’
શાહરુખે ઘણા સમય પહેલાં ઇન્ટૉલરન્સ અને સોશ્યલ મીડિયા પર જે નેગેટિવિટી છે એને લઈને કમેન્ટ કરી હતી. આ વાતને ફરી મુદ્દો બનાવી વિવેક અગ્નિહોત્રીએ કૅપ્શન આપી હતી. જોકે એ વાત હવે તેને જ ભારે પડી છે. શાહરુખના ચાહકો હવે તેની દીકરીને વચ્ચે લાવી રહ્યા છે. તેની દીકરી મલ્લિકા અગ્નિહોત્રીએ સોશ્યલ મીડિયા પર તેના કેટલાક ફોટો શૅર કર્યા છે. આ ફોટોમાં તે દુબઈના બીચ પર સૅફ્રન બિકિનીમાં જોવા મળી રહી છે. આ ફોટો શૅર કરીને કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે પહેલાં પોતાની દીકરીને તો સંભાળી લે ત્યાર બાદ શાહરુખને ટ્રોલ કરજે. તેમ જ કેટલાક યુઝર્સ કહીં રહ્યા છે કે તે જ હવે ‘હેટ સ્ટોરી’ની આગામી સીક્વલ દ્વારા તેની દીકરીને લૉન્ચ કરશે.
ADVERTISEMENT
‘પઠાન’ની રિલીઝ બાદ ‘ડંકી’નો અન્ડર વૉટર સીન શૂટ કરશે શાહરુખ
શાહરુખ ખાનની ‘પઠાન’ પચીસ જાન્યુઆરીએ રિલીઝ થયા બાદ તે રાજકુમાર હીરાણીની ‘ડંકી’ની અન્ડર વૉટર સીક્વન્સ શૂટ કરવાનો છે. આ ફિલ્મનું શૂટિંગ હાલમાં બંધ કરવામાં આવ્યું છે, કેમ કે શાહરુખ તેની ‘પઠાન’ના પ્રમોશનમાં બિઝી છે. ‘ડંકી’ પહેલી એવી ફિલ્મ છે જેને મિડલ ઈસ્ટમાં શૂટ કરવામાં આવી છે. આ ફિલ્મમાં તેની સાથે તાપસી પન્નુ પણ જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે બાવીસ ડિસેમ્બરે રિલીઝ કરવામાં આવશે. અન્ડર વૉટર સીક્વન્સ શૂટ કરતા અગાઉ શાહરુખ ખાસ ટ્રેઇનિંગ લેશે. ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે શાહરુખનું કૅરૅક્ટર બોટ દ્વારા ટ્રાવેલ કરે છે. એથી તે પાણીમાં ઊતરે છે. ફિલ્મમાં આ સીન વિદેશનો છે એમ દેખાડવામાં આવશે, પરંતુ એનું શૂટિંગ મુંબઈમાં કરવામાં આવશે. ફિલ્મનું શૂટિંગ માર્ચ સુધી પૂરું કરવામાં આવશે.