ઇન્ડિયન ટીમ ન્યુ ઝીલૅન્ડની ટીમ સામેની પહેલી વન-ડેની તૈયારી કરી રહી હતી ત્યારે જુનિયર એનટીઆર તેમને મળવા ગયો હતો
ટીમ ઇન્ડિયા સાથે ડિનર કર્યું જુનિયર એનટીઆરે
જુનિયર એનટીઆર હાલમાં ટીમ ઇન્ડિયાને હૈદરાબાદમાં મળ્યો હતો. ઇન્ડિયન ટીમ ન્યુ ઝીલૅન્ડની ટીમ સામેની પહેલી વન-ડેની તૈયારી કરી રહી હતી ત્યારે જુનિયર એનટીઆર તેમને મળવા ગયો હતો. જુનિયર એનટીઆરે તેમની સાથે ડિનર પણ કર્યું હતું. આ ડિનર દરમ્યાન સૂર્યકુમાર યાદવ, યુઝવેન્દ્ર ચહલ, શુભમન ગિલ, ઈશાન કિશન અને શાર્દુલ ઠાકુર પણ જોવા મળ્યા હતા. જુનિયર એનટીઆર સાથેનો ફોટો મોટા ભાગના દરેક ક્રિકેટરે શૅર કર્યો હતો. સૂર્યકુમાર યાદવે કૅપ્શન આપી હતી, ‘બ્રધર, તને મળીને ખૂબ સારું લાગ્યું. ‘RRR’ ગોલ્ડન ગ્લોબ જીત્યું એ બદલ ફરી અભિનંદન આપું છું.’
ADVERTISEMENT
એક જ ગ્લોબલ સિનેમા હોય એની રાહ જોઈ રહ્યો છે રામ ચરણ
રામ ચરણનું કહેવું છે કે તે સાઉથ અને બૉલીવુડ નહીં, પરંતુ એ દિવસની રાહ જોઈ રહ્યો છે જે દિવસે ફક્ત ગ્લોબ સિનેમા જ હોય. બૉલીવુડ અને હૉલીવુડની ઘણી વાર સરખામણી કરવામાં આવે છે. ‘RRR’ને હાલમાં ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ મળ્યો છે તેમ જ ક્રિટિક્સ ચૉઇસ અવૉર્ડ પણ મળ્યો છે. તેઓ આને માટે અમેરિકા ગયા હતા. આ ફિલ્મ વિશે રામ ચરણે કહ્યું કે ‘લૉસ ઍન્જલસ આવવું અમારા ગોલમાં નહોતું, પરંતુ અમે અહીં આવી ગયા. આથી અમે ગો વિથ ફ્લોમાં જઈ રહ્યા છીએ. એ પણ સત્ય છે કે અમે દુનિયાભરના શ્રેષ્ઠ ડિરેક્ટર્સ સાથે વાતચીત કરવા માગીએ છીએ અને હું પણ ઇચ્છું છું કે તેઓ પણ ઍક્ટર્સ અને કલ્ચરલ આઇડિયા તથા સ્ટોરીનો અનુભવ કરે.’
આ પણ વાંચો : ‘નાટુ નાટુ’ના શૂટિંગ પહેલાં બે વખત લિગામેન્ટ્સ ટેર થયાં હતાં રામ ચરણનાં
ક્વીન્ટિન ટૅરન્ટિનો તેનો ફેવરિટ ડિરેક્ટર્સમાંનો એક છે, પરંતુ એસ. એસ. રાજામૌલી વિશે વાત કરતાં રામ ચરણે કહ્યું કે ‘રાજામૌલી ગારુ જ્યારે પણ મને ફોન કરશે ત્યારે હું મારું કૅલેન્ડર ક્લિયર કરી દઈશ. હું સીક્વલ માટે પણ મારું કૅલેન્ડર ક્લિયર કરી દઈશ.’ હૉલીવુડમાં કામ કરવા વિશે રામ ચરણે કહ્યું કે ‘અમે એ દિવસની રાહ જોઈ રહ્યા છીએ જ્યારે ફક્ત એક ગ્લોબલ સિનેમા હશે.’