મારું માનવું છે કે વેસ્ટમાં જો કોઈ પર અસર પાડી હોય તો એ છે એની સ્ટોરીઝ. ‘મગાધીરા’ પણ એવી જ હતી અને ‘લગાન’ પણ એમાંની જ એક હતી. તેમની પાસે તેમની પોતાની સ્ટોરી હતી. - રામચરણ
રામચરણ
રામચરણે જણાવ્યું કે ‘RRR’ સાઉથની ફિલ્મ હોવાથી હિટ નથી થઈ. એસ. એસ. રાજામૌલીની આ ફિલ્મે દેશ-વિદેશમાં લોકોને ઘેલા કર્યા છે. એનું ગીત ‘નાટુ નાટુ’ તો ખૂબ ફેમસ થયું છે. આ ગીતે ગોલ્ડન ગ્લોબ અવૉર્ડની સાથે પ્રતિષ્ઠિત ઑસ્કર જીતીને દેશને ગર્વ અપાવ્યો છે. રામચરણ હવે ભારત પાછો ફર્યો છે. તેને પૂછવામાં આવ્યું કે શું સાઉથ ઇન્ડિયન સિનેમાનો ઉદય થઈ રહ્યો છે? એ વિશે રામચરણે કહ્યું કે ‘હા, એની શરૂઆત થઈ ચૂકી છે. તેલુગુમાં ‘બાહુબલી’એ સૌ પર છાપ પાડી છે અને એણે તમામ સીમા પાર કરી છે. મને લાગે છે કે ‘RRR’ એટલા માટે હિટ નથી થઈ કે એ સાઉથની છે. આપણી પાસે અનેક ફિલ્મ-ઇન્ડસ્ટ્રી બંગાળથી તામિલનાડુની છે. આપણી પાસે અદ્ભુત ડિરેક્ટર્સ છે. મારું માનવું છે કે વેસ્ટમાં જો કોઈ પર અસર પાડી હોય તો એ છે એની સ્ટોરીઝ. ‘મગાધીરા’ પણ એવી જ હતી અને ‘લગાન’ પણ એમાંની જ એક હતી. તેમની પાસે તેમની પોતાની સ્ટોરી હતી. કોઈ પોતાની પરંપરા, સંઘર્ષ અને લાગણીથી ફિલ્મો બનાવે છે. ભારત પાસે આ બધું છે. વેસ્ટ અને ગ્લોબલ ઑડિયન્સ ઓરિજિનલનો સ્વીકાર કરે છે.’