૩૩ વર્ષના ભાઈચારાને અને સિંઘમની રિલીઝને ૧૩ વર્ષ પૂરાં થયાં એ જ દિવસે સિંઘમ અગેઇનનું શૂટિંગ થયું પૂરું
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
રોહિત શેટ્ટીએ અજય દેવગન સાથેની ‘સિંઘમ’ની રિલીઝનાં ૧૩ વર્ષને સેલિબ્રેટ કર્યું છે અને ‘સિંઘમ અગેઇન’નું શૂટિંગ પણ પૂરું કર્યું છે. આ બન્ને એકમેકને ૩૩ વર્ષથી ઓળખે છે. અજય દેવગને ૧૯૯૧માં આવેલી ‘ફૂલ ઔર કાંટેં’થી બૉલીવુડમાં કરીઅરની શરૂઆત કરી હતી. એ ફિલ્મમાં રોહિત શેટ્ટીએ અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. ત્યાર બાદ તેની અનેક ફિલ્મમાં તે અસિસ્ટન્ટ ડિરેક્ટર હતો. આવી રીતે બન્ને એકબીજાને ૩૩ વર્ષથી સાથ આપતા આવ્યા છે.
રોહિત શેટ્ટીએ ૨૦૦૩માં જ્યારે ડિરેક્ટર તરીકે પોતાની પહેલી ફિલ્મ ‘ઝમીન’ બનાવી ત્યારે એમાં તેણે અજય દેવગનને લીડ રોલ આપ્યો હતો. ત્યારથી જ તેમની સફળ પાર્ટનરશિપની શરૂઆત થઈ હતી. ત્યાર બાદ તેમની ‘સિંઘમ’ ખૂબ હિટ સાબિત થઈ હતી. તેમની ‘સિંઘમ અગેઇન’ આ વર્ષે દિવાળી દરમ્યાન રિલીઝ થવાની છે. અજય દેવગન સાથેનો મૉન્ટાઝ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રોહિત શેટ્ટીએ કૅપ્શન આપી, ‘‘સિંઘમ’ની રિલીઝનાં ૧૩ વર્ષ અને અમારા ભાઈચારાનાં ૩૩ વર્ષને સેલિબ્રેટ કરીએ છીએ.’