Ram Charan`s Game Changer: આ ફિલ્મના મેકર દિલ રાજુના જન્મદિવસના અવસર પર આ ટ્રેકનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો હતો. ઓડિયો આલ્બમમાંથી આ ચોથું સિંગલ છે, અને તે ફિલ્મના હાઇલાઇટ્સમાંનું એક બનવાનું વચન આપે છે.
ગેમ ચેન્જરના નવા સોન્ગ `ધોપ`નું પ્રોમો
સાઉથની ફિલ્મોના મેગા પાવરસ્ટાર રામ ચરણની (Ram Charan`s Game Changer) આગામી ફિલ્મ ‘ગેમ ચેન્જર’ તેના ચાહકો વચ્ચે હાલમાં ચર્ચાનો વિષય બની છે. શંકર દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મનું પ્રમોશન પણ ખૂબ જ જોરશોરથી શરૂ થઈ ગયું છે. 21 ડિસેમ્બર, 2024 ના રોજ અમેરિકાના ડેલાસમાં ફિલ્મ માટે એક ભવ્ય પ્રી-રીલીઝ ઇવેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં ‘ગેમ ચેન્જર’ની સ્ટાર કાસ્ટ પણ હાજર રહેવાની છે.
રામ ચરણ સ્ટારર ફિલ ‘ગેમ ચેન્જર’ના (Ram Charan`s Game Changer) અત્યાર સુધીમાં ત્રણ ગીતો રિલીઝ કરવામાં આવ્યા છે. આ ફિલ્મના ચારેય ગીતો ચાર્ટબસ્ટર સાબિત થયા છે. ફિલ્મના આલ્બમમાં હાલમાં જ એક નવીનતમ ઉમેરો કરવામાં અવાયું છે જે છે "ધોપ" નામનું નવું સિંગલ સોન્ગ છે. આ ફિલ્મના મેકર દિલ રાજુના જન્મદિવસના અવસર પર આ ટ્રેકનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો હતો. ઓડિયો આલ્બમમાંથી આ ચોથું સિંગલ છે, અને તે ફિલ્મના હાઇલાઇટ્સમાંનું એક બનવાનું વચન આપે છે.
ADVERTISEMENT
View this post on Instagram
"ધોપ" તાજેતરના સમયમાં થમનની શ્રેષ્ઠ (Ram Charan`s Game Changer) રચનાઓમાંની એક ગણાય છે, જેમાં એક અનોખી રચના છે. પ્રોમોમાં અદભૂત વિઝ્યુઅલ્સ છે જે અગાઉના સિંગલ્સની સરખામણીમાં તાજગી આપે છે. ચોથું સિંગલ સોન્ગ "ધોપ" થમન, રોશિની જેકેવી અને પ્રુધ્વી શ્રુતિ રંજનીએ ગાયું છે. આ ફિલ્મના સોન્ગ્સને રામ જોગૈયા શાસ્ત્રીના દીકરા સરસ્વતીએ લખ્યા હતા. તમિલ સંસ્કરણ વિવેકે લખ્યું હતું અને થમન એસ, અદિતિ શંકર અને પ્રુધ્વી શ્રુતિ રંજનીએ ગાયું હતું. રકીબ આલમે ફિલ્મના હિન્દી ડબ વર્ઝન માટે ગીતો લખ્યા હતા જ્યારે થમન એસ, રાજા કુમારી અને પ્રુધ્વી શ્રુતિ રંજનીએ તેમનો અવાજ આપ્યો હતો.
ફિલ્મનું આખું ગીત 21 ડિસેમ્બરે રાત્રે 9 PM (CST) અને 22 ડિસેમ્બરે સવારે 8:30 વાગ્યે ડેલાસમાં એક ભવ્ય પ્રી-રિલિઝ ઇવેન્ટ દરમિયાન રિલીઝ થવાનું છે. પ્રોમોએ પહેલાથી જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમગ્ર ગીત માટે લોકોની અપેક્ષાઓ અને એકસાઈટમેન્ટ વધારી દીધી છે. ગેમ ચેન્જરમાં (Ram Charan`s Game Changer) રામ ચરણ બેવડા રોલમાં છે અને કિયારા અડવાણી, અંજલિ, એસજે સૂર્યાહ, શ્રીકાંત અને સમુતિરકાણી જેવા સ્ટાર કલાકારો પણ તેની સાથે સ્ક્રીન શૅર કરતાં જોવા મળવાના છે. દિલ રાજુ અને સિરીશ શ્રી વેંકટેશ્વર ક્રિએશન્સ, દિલ રાજુ પ્રોડક્શન્સ અને ઝી સ્ટુડિયોના બૅનર હેઠળ આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ 10 જાન્યુઆરી, 2025 ના રોજ તેલુગુ, તમિલ અને હિન્દી ભાષામાં વિશ્વભરના થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહી છે.
નિર્દેશક શંકર હંમેશા મોટામાં મોટા સિનેમેટિક અનુભવ (Ram Charan`s Game Changer) માટે જાણીતા છે. હવે તેઓ રામ ચરણને એક એવી ભૂમિકા આપી છે જે તેની કરિયરને ફરીથી રીડિફાઇન કરશે, એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. કારણકે આ ફિલ્મ રામ ચરણના કરિયરની સૌથી મોટી ફિલ્મ બનવાની છે. થમન દ્વારા રચિત આ ફિલ્મનું સંગીત સારેગામા દ્વારા રિલીઝ કરવામાં આવી રહ્યું છે, આ ફિલ્મ પાસેથી આશાઓ પણ વધુ જ વધુ છે કારણ કે રાજામૌલીની RRR પછી આ રામચરણની પહેલી ફિલ્મ છે.