આ ફિલ્મમાં વિક્રાન્તના કામનાં ખૂબ જ વખાણ કરવામાં આવ્યાં છે. આ ફિલ્મને લઈને ઘણા ફિલ્મમેકર્સનું ધ્યાન વિક્રાન્ત તરફ વળ્યું છે.
વિક્રાન્ત મેસી
રાજકુમાર હીરાણીએ વિક્રાન્ત મેસી સાથે બે હીરોવાળી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હોવાની ચર્ચા છે. વિધુ વિનોદ ચોપડાની ‘12th ફેલ’માં વિક્રાન્તે કામ કર્યું છે. આ ફિલ્મમાં વિક્રાન્તના કામનાં ખૂબ જ વખાણ કરવામાં આવ્યાં છે. આ ફિલ્મને લઈને ઘણા ફિલ્મમેકર્સનું ધ્યાન વિક્રાન્ત તરફ વળ્યું છે. આ લાઇનમાં રાજકુમાર હીરાણી સૌથી પહેલાં છે. શાહરુખ ખાનની ‘ડંકી’ બાદ રાજકુમાર આ ફિલ્મ પર કામ શરૂ કરશે. વિક્રાન્તની સાથે આ ફિલ્મમાં રણબીર કપૂરને પસંદ કરવામાં આવે એવી ચર્ચા છે. રણબીર અને રાજકુમાર હીરાણીએ અગાઉ ‘સંજુ’માં કામ કર્યું હતું અને હવે તેઓ ફરી સાથે કામ કરશે એવી ચર્ચા છે. આ બે હીરોવાળી ફિલ્મમાં રણબીર અને વિક્રાન્ત બન્નેના રોલ ખૂબ જ મહત્ત્વના હશે.

