પ્રભાસે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં રાશા થડાણીના પહેલા ગીત ‘છાપ તિલક’ની રેકૉર્ડિંગ-ક્લિપ શૅર કરીને લખ્યું કે ‘રાશા થડાણી, તમારા પહેલા સિન્ગિંગ ડેબ્યુ ‘છાપ તિલક’માં તમારો પર્ફોર્મન્સ અદ્ભુત છે. ઇમોશનથી ભરેલું અને સીધું દિલને સ્પર્શે એવું ગીત છે.
રાશા થડાણીના સિન્ગિંગથી પ્રભાસ ઇમ્પ્રેસ
રવીના ટંડનની દીકરી રાશા થડાણીએ ઍક્ટિંગ પછી હવે સંગીતની દુનિયામાં પણ એન્ટ્રી લીધી છે. રાશાએ પોતાની ફિલ્મ ‘લાઇકી લાઇકા’માં ‘છાપ તિલક’ ગીત ગાયું છે અને મેકર્સે હાલમાં આ ગીત રિલીઝ કર્યું છે. આ ગીતમાં રાશાના અવાજને ફૅન્સ પસંદ કરી રહ્યા છે. આ સાથે જ સાઉથના સુપરસ્ટાર પ્રભાસે પણ તેના ગીતની ખુલ્લેઆમ પ્રશંસા કરી છે.
પ્રભાસે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં રાશા થડાણીના પહેલા ગીત ‘છાપ તિલક’ની રેકૉર્ડિંગ-ક્લિપ શૅર કરીને લખ્યું કે ‘રાશા થડાણી, તમારા પહેલા સિન્ગિંગ ડેબ્યુ ‘છાપ તિલક’માં તમારો પર્ફોર્મન્સ અદ્ભુત છે. ઇમોશનથી ભરેલું અને સીધું દિલને સ્પર્શે એવું ગીત છે. ખૂબ શુભેચ્છાઓ.’
આના જવાબમાં રાશાએ પણ સ્ટોરી રીશૅર કરીને લખ્યું, ‘પ્રભાસસર, હું હંમેશાં તમારી આભારી રહીશ.’


