આ પાંચમાં શાહરુખ ખાન, આમિર ખાન, હું, અક્ષયકુમાર અને અજય દેવગનનો સમાવેશ થાય છે
સલમાન ખાન
સલમાન ખાનને હાલમાં જ નવા ઍક્ટર્સને આડે હાથ લીધા છે. સુપરસ્ટાર વ્યસ્ત હોવાથી એનો ફાયદો ઉઠાવનાર નવા ઍક્ટર્સને લઈને તેણે વાંધો ઉઠાવ્યો છે. હાલમાં જ અવૉર્ડ્સની એક ઇવેન્ટની પ્રેસ-કૉન્ફરન્સમાં સલમાને કહ્યું કે ‘અમે પાંચ મળીને જ તેમને થકવી દઈશું. આ પાંચમાં શાહરુખ ખાન, આમિર ખાન, હું, અક્ષયકુમાર અને અજય દેવગનનો સમાવેશ થાય છે. અમે પૈસામાં તેમને ખૂબ હંફાવી દઈશું. તેઓ થાકી જશે. હમારી ફિલ્મો ચાલે છે અને એટલે અમે પ્રાઇસ વધારી દઈએ છીએ. અમે કોઈ ફિલ્મ માટે હાજર ન રહી શકીએ એટલે કે વ્યસ્ત હોઈએ છીએ ત્યારે એનો ફાયદો ઉઠાવવા માટે આ નવા ઍક્ટર ફી વધારી દે છે. પણ તેઓ કેમ પૈસા વધારે છે એ સમજમાં નથી આવતું.’
ઓટીટી પર ગાળાગાળી બંધ થવી જોઈએ : સલમાન ખાન
ADVERTISEMENT
સલમાન ખાનનું કહેવું છે કે ઓટીટી પર ગાળાગાળી બંધ થવું જોઈએ. ઓટીટી પર સેન્સર બોર્ડ ન હોવાથી કોઈ પણ ગમે એ કન્ટેન્ટ બનાવી રહ્યું છે. ઓટીટી પર સેલ્ફ-રેગ્યુલેશન હોય છે અને તેમણે તેમની કન્ટેન્ટ મુજબ એ કેટલાથી વધુ ઉંમરની વ્યક્તિ જોઈ શકે એ જણાવવાનું હોય છે. આ કારણસર હવે ઘણા પ્રોજેક્ટ એવા બની રહ્યા છે જેમાં ફક્ત ગાળો અને અશ્લીલતા જોવા મળે છે. આ વિશે પૂછતાં સલમાને કહ્યું કે ‘મને લાગે છે કે ઓટીટી પર પણ સેન્સરશિપ હોવી જોઈએ. અશ્લીલતા, નગ્નતા અને ગાલી-ગલૌચ હવે બંધ થવાં જોઈએ. પંદર-સોળ વર્ષનાં બાળકો પણ આ બધું હવે જોઈ રહ્યાં છે. તમારી નાની દીકરી એ જુએ તો શું તમને એ ગમશે? મને લાગે છે કે ઓટીટી પરની કન્ટેન્ટ હવે ચેક થવી જોઈએ. કન્ટેન્ટ જેટલી ક્લીન હશે એટલી જ સારી બનશે. વ્યુઅરશિપ એટલી વધુ મળશે. હિન્દુસ્તાન મેં રહતે હૈં, થોડા બહોત ઠીક હૈ લેકિત ઇતના ઝ્યાદા બીચ મેં હો ગયા થા. અબ જાકે થોડા કન્ટ્રોલ મેં આયા હૈ.’