શાહરુખ અને દીપિકા પાદુકોણના ગીત `બેશરમ રંગ` પર ઘણો વિવાદ થયો છે. આ દરમિયાન ફિલ્મ સેન્સર બૉર્ડ પહોંચી, જ્યાં સેન્ટ્રલ બૉર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (Central Board of Film Certification)એ મેકર્સને કેટલાક ફેરફાર કરવા માટે કહ્યું છે.
Pathaan
તસવીર સૌજન્ય મિડ-ડે
બૉલિવૂડના `કિંગ ખાન` રોમાન્સના રાજા કહેવાતા અભિનેતા શાહરુખ ખાન (Shah Rukh Khan) પોતાની અપકમિંગ ફિલ્મ પઠાણમાં એક્શન અવતારમાં જોવા મળશે. એક તરફ જ્યાં પઠાણનું ટ્રેલર અને ગીતો દર્શકોને ખૂબ જ ગમે છે ત્યાં તેની સામે અનેક વિવાદ પણ ખડા થયા છે. શાહરુખ અને દીપિકા પાદુકોણના ગીત `બેશરમ રંગ` પર ઘણો વિવાદ થયો છે. આ દરમિયાન ફિલ્મ સેન્સર બૉર્ડ પહોંચી, જ્યાં સેન્ટ્રલ બૉર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (Central Board of Film Certification)એ મેકર્સને કેટલાક ફેરફાર કરવા માટે કહ્યું છે.
સેન્સર બૉર્ડે કરાવ્યા ફેરફાર
તાજેતરમાં જ પઠાણ, ફિલ્મના સેન્સર સર્ટિફિકેશન માટે સેન્સર બૉર્ડ પહોંચી. ઈન્ડિયા ટુડેના એક રિપૉર્ટ પ્રમાણે સેન્સર બૉર્ડે ફિલ્મ જોયા બાદ કેટલાક ફેરફાર કહ્યા છે, જેમાં પઠાણનું વિવાદિત ગીત બેશરમ રંગ પણ સામેલ છે. તો બૉર્ડનું કહેવું છે કે ફેરફાર બાદ ફિલ્મને રિલીઝ પહેલા ફરી એકવાર સર્ટિફિકેશન માટે આવવાનું રહેશે. હવે બૉર્ડે ફિલ્મ અને ગીતમાં શું ફેરફાર કરવા કહ્યા છે, એ વિશે ચોક્કસપણે કશું કહી શકાય તેમ નથી, પણ રિપૉર્ટ્સ પ્રમાણે આ ફેરફાર `ભગવા બિકિની` વિવાદને લઈને હોઈ શકે છે.
ADVERTISEMENT
પઠાણ પર ચાલી રહ્યો છે વિવાદ
જણાવવાનું કે શાહરુખ ખાન હાલ ફિલ્મ પઠાણને લઈને ચર્ચામાં છે. થોડોક વખત પહેલા રિલીઝ થયેલ પઠાણના પહેલા ગીત બેશરમ રંગમાં દીપિકા પાદુકોણની `ભગવા બિકિની` અને શાહરુખ ખાનના ગ્રીન શર્ટ પહેરવા પર વિવાદ ચાલુ છે. તો બીજી તરફ ફિલ્મનું બીજું ગીત જે પઠાણને ટ્રોલ્સ સુખવિંદરના ગીતની કૉપી કહી રહ્યા છે. એક તરફ જ્યાં શાહરુખ અને પઠાણને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ પિલ્મ અને કિંગ ખાનને ફેન્સનો સપૉર્ટ પણ મળી રહ્યો છે.
25 જાન્યુઆરીએ રિલીઝ થશે પઠાણ
પઠાણ 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થવાની છે. પઠાણ એક પૅન ઈન્ડિયા ફિલ્મ છે, જે હિંદીની સાથે અન્ય સાઉથની ભાષાઓમાં પણ રિલીઝ થશે. ફિલ્મમાં દીપિકા અને શાહરુખની સાથે જૉન અબ્રાહમ પણ દેખાવાનો છે. ફિલ્મમાં જૉન અબ્રાહમ વિલન બન્યો છે. થોડોક સમય પહેલા ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું, જેને દર્શકોએ ખૂબ જ પસંદ કર્યો હતો. ફિલ્મમાં જબરજસ્ત એક્શન જોવા મળશે, જેને લઈને દરેક જણ એક્સાઈટેડ છે. ટ્રેડ એનાલિસ્ટ્સને આશા છે કે આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર મોટો રેકૉર્ડ બનાવી શકે છે.
સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મ અને ગીતોમાં કરાયેલા કાપ અંગે પ્રતિક્રિયા આપતા નરોત્તમ મિશ્રાએ કહ્યું કે આ નિર્ણય પ્રશંસનીય છે. જ્યારે આ મામલો મારી સામે આવ્યો ત્યારે મેં કહ્યું હતું કે દુષિત માનસિકતા દ્વારા લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. રીલ લાઈફ રિયલ લાઈફ પર પણ અસર કરે છે. આ વાત કલાકાર અને નિર્માતાએ ધ્યાનમાં રાખવી જોઈએ.
આ પણ વાંચો : ‘પઠાન’ના કટ્ટર દુશ્મનનું નામ છે જિમ
નરોત્તમ મિશ્રાએ જ ઉઠાવ્યો હતો પ્રશ્ન
બેશરમ રંગ ગીતના પોસ્ટરમાં દીપિકા પાદુકોણ ભગવા રંગની બિકીનીમાં જોવા મળી રહી છે. આ બાબતે વિવાદ થયો હતો. મિશ્રાએ કહ્યું હતું કે જો ફેરફાર કરવામાં નહીં આવે તો ફિલ્મને રિલીઝ કરવાની મંજૂરી પર વિચાર કરવામાં આવશે. અન્ય નેતાઓ દ્વારા પણ આવા જ નિવેદનો આપવામાં આવ્યા હતા.