સુદેશે કહ્યું હતું કે કરીઅરની શરૂઆતમાં તે ઑર્કેસ્ટ્રામાં કામ કરતો હતો
સુદેશ લેહરી
કૉમેડિયન સુદેશ લેહરીનું કહેવું છે કે તેણે કરીઅરમાં બે વાર તમાચા ખાવા પડ્યા હતા. જોકે આ બે તમાચા તેની કરીઅરનો ટર્નિંગ પૉઇન્ટ બની ગયા હતા. સુદેશ લેહરીએ હાલમાં જ મનીષ પૉલના પૉડકાસ્ટમાં હાજરી આપી હતી. આ દરમ્યાન સુદેશે કહ્યું હતું કે કરીઅરની શરૂઆતમાં તે ઑર્કેસ્ટ્રામાં કામ કરતો હતો. જોકે એક ઘટના બનતાં એક વ્યક્તિએ તેને તમાચો મારી દીધો હતો. જોકે એનાથી તેની અંદર એવી આગ લાગી હતી કે તેણે કૉમેડિયન તરીકે કરીઅર બનાવવાનું નક્કી કરી લીધું હતું. જોકે ત્યાર બાદ તેને ‘લાફટર ચૅલેન્જ’માં પણ એક તમાચો માર્યો હતો. આ તમાચો કોઈ બીજાએ નહીં, પરંતુ કૃષ્ણા અભિષેકે માર્યો હતો. આ વિશે વાત કરતાં સુદેશે કહ્યું કે ‘હું હંમેશાં સ્ટેજ પર ડાયલૉગ્સ ભૂલી જતો હતો. એક વાર પર્ફોર્મન્સ દરમ્યાન કૃષ્ણાએ મને તમાચો મારી દીધો હતો જેથી લોકોને હસવું આવી જાય. આ દરમ્યાન મારાથી બોલાઈ ગયું હતું કે અબે સાલે. ત્યાર બાદ આ અમારી જોડીનું સ્ટેટમેન્ટ બની ગયું હતું.’

