કામ્યા પંજાબીએ તેને મુનાવરથી ઑબ્સેસ્ડ કહી તો દેવોલીનાએ તેને કોમોલિકા કહી
મન્નારા
કિશ્વર મર્ચન્ટે હાલમાં જ ‘બિગ બૉસ 17’માં જોવા મળી રહેલી મન્નારા ચોપડાને સાઇકો લવર કહી છે. આ શોની શરૂઆતમાં મન્નારા અને મુનાવર ફારુકીની દોસ્તી સારી હતી. જોકે મુનાવર હંમેશાં દોસ્તી નિભાવતો હતો, પરંતુ મન્નારા તરફથી એને કોઈ રિટર્નમાં દોસ્તી નહોતી મળતી. તેમ જ મુનાવરની ફ્રેન્ડ આયેશા ખાન આ શોમાં એન્ટર થઈ છે. તેની એન્ટ્રી થતાં મુનાવર હવે મન્નારાથી અંતર રાખી રહ્યો છે. જોકે તેની એન્ટ્રી પહેલાં જ મુનાવરે અતંર બનાવવાનું શરૂ કરી દીધું હતું. મન્નારાથી આ સહન નથી થઈ રહ્યું અને તે હવે શોમાં ગમેતેમ વર્તન કરી રહી છે. તેના આ વર્તનથી શોના દરેક વ્યક્તિને આશ્ચર્ય થઈ રહ્યું છે. આ શોના ફૉલોઅર્સ સેલિબ્રિટીઝ પણ છે. મન્નારાનું વર્તન જોઈને કામ્યા પંજાબીએ પોસ્ટ કરી હતી કે ‘વીકએન્ડ કા વારનું ભુગતાન હવે આખું વીક કરવું પડશે એવું લાગી રહ્યું છે. આ મહિલા ચૂપ થવાનું નામ જ નથી લઈ રહી. જેલસી અને ફ્રર્સ્ટ્રેશન તો છે જ, પરંતુ તે હવે ઑબ્સેસ્ડ લાગી રહી છે. તેનો ફક્ત એક જ ટૉપિક છે અને એ મુનાવર અને આયેશા છે. બસ કરો, હવે કંટાળી ગયા છીએ.’ કામ્યાની જેમ દેવોલીના ભટ્ટાચાર્જીએ પણ પોસ્ટ કરી હતી કે ‘મન્નારા પાસેથી ફક્ત કોમોલિકાની વાઇબ્સ આવી રહી છે. તે હજી સુધી એને મેઇન્ટેન પણ કરી રહી છે.’ આ વિશે કિશ્વર મર્ચન્ટે પોસ્ટ કરી હતી કે સાઇકો લવર અલર્ટ.

