કરીના કપૂરની ગઈ કાલે ૪૪મી વર્ષગાંઠ હતી
ચોથી વર્ષગાંઠથી ૪૪મી સુધી, હંમેશા સાથે
કરીના કપૂરની ગઈ કાલે ૪૪મી વર્ષગાંઠ હતી એ અવસરે કરિશ્મા કપૂરે નાની બહેનની ચોથી વર્ષગાંઠની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી. આ તસવીરોમાં મમ્મી-પપ્પા રણધીર અને બબીતા ઉપરાંત કરિશ્મા-કરીના સાથે અન્ય બાળકો પણ છે. ફોટોગ્રાફ્સ સાથે કરિશ્માએ લખ્યું : સેલિબ્રેટિંગ યુ ઑલવેઝ. ચોથી વર્ષગાંઠથી ૪૪મી સુધી, હંમેશા સાથે. હૅપી બર્થ-ડે ટુ ધ બેસ્ટ સિસ્ટર.
આ તસવીરોમાં બબીતા અને કરિશ્માની જે હેરસ્ટાઇલ છે એ લેડી ડાયનાથી પ્રેરિત છે, કરિશ્માએ પોતે આ વાત તસવીરો સાથે લખી છે.

