આ ફિલ્મના ‘નાટુ નાટુ’ ગીતને બેસ્ટ ઓરિજિનલ સૉન્ગનો અવૉર્ડ મળ્યો હતો.
જુનિયર એનટીઆર
જુનિયર એનટીઆરની ફિલ્મ ‘RRR’ને આ વર્ષે ઑસ્કરનો અવૉર્ડ મળ્યો હતો. આ ફિલ્મના ‘નાટુ નાટુ’ ગીતને બેસ્ટ ઓરિજિનલ સૉન્ગનો અવૉર્ડ મળ્યો હતો. આ ફિલ્મને એસ. એસ. રાજામૌલીએ ડિરેક્ટ કરી હતી. ફિલ્મમાં જુનિયર એનટીઆરની સાથે રામ ચરણ, અજય દેવગન અને આલિયા ભટ્ટ પણ જોવા મળ્યાં હતાં. હવે ઍકૅડેમી ઑફ મોશન પિક્ચર આર્ટ્સ ઍન્ડ સાયન્સે નવા મેમ્બર્સનું લિસ્ટ બહાર પાડ્યું છે અને એમાં જુનિયર એનટીઆરનું નામ પણ સામેલ છે. આ લિસ્ટમાં કે હુઈ ક્વાન, માર્શા સ્ટીફેની બ્લેક, કેરી કૉન્ડન અને રોઝા સાલાઝારનાં નામ સામેલ છે. આ લિસ્ટમાં એ કલાકારોનો સમાવેશ થાય છે જેમણે મોશન પિક્ચર આર્ટ્સ ઍન્ડ સાયન્સમાં યોગદાન આપ્યું હોય. જુનિયર એનટીઆરનું નામ સામેલ હોવાથી તેના ફૅન્સ પણ ખુશ થઈ ગયા છે. આવી રીતે જુનિયર એનટીઆરે દેશને ગૌરવ પમાડ્યો છે.

