આ ફિલ્મ હાલમાં રિલીઝ થઈ છે. ફિલ્મમાં રશ્મિકા ખૂબ નાનકડી ભૂમિકામાં છે
રશમિકા મંદાના
રશ્મિકા મંદાનાનું કહેવું છે કે ‘વરિસુ’માં તેના પાત્ર પાસે કરવા જેવું કાંઈ નહોતું. આ ફિલ્મમાં તેની સાથે વિજય થલપતિ છે. આ ફિલ્મ હાલમાં રિલીઝ થઈ છે. ફિલ્મમાં રશ્મિકા ખૂબ નાનકડી ભૂમિકામાં છે. જોકે એને કારણે તેના ફૅન્સ નારાજ છે. જોકે રશ્મિકાને પોતાના રોલને લઈને કોઈ ફરિયાદ નથી. એ વિશે રશ્મિકાએ કહ્યું કે ‘હું જાણતી હતી કે મારા પાત્ર પાસે આ ફિલ્મમાં કરવા જેવું કાંઈ નહોતું, પણ મેં જાણી-જોઈને લીધેલો આ નિર્ણય છે. કેમ કે મારે વિજય સર સાથે કામ કરવું હતું. શૂટિંગ દરમ્યાન હું વિજય સર પાસે ગઈ હતી અને તેમને કહ્યું કે મારી પાસે માત્ર બે ગીત અને ચાર સીન્સ છે અને એમાં હું ધમાલ કરીશ.’