તેની ‘શિદ્દત’ પહેલી ઑક્ટોબરે ડિઝની+હૉટસ્ટાર પર રિલીઝ થવાની છે
રાધિકા મદન
રાધિકા મદનનું કહેવું છે કે તે ઇન્સ્ટૉલમેન્ટવાળા પ્રેમમાં તે નથી માનતી. તેની ‘શિદ્દત’ પહેલી ઑક્ટોબરે ડિઝની+હૉટસ્ટાર પર રિલીઝ થવાની છે. એવું કહેવાય છે કે આ તેની લવલાઇફ પર આધારિત છે. આ ફિલ્મમાં તેની સાથે સની કૌશલ, મોહિત રૈના અને ડાયના પેન્ટી લીડ રોલમાં જોવા મળશે. પ્રેમ વિશે રાધિકાએ કહ્યું હતું કે ‘મને હંમેશાં શિદ્દતવાળો પ્રેમ જ થાય છે. એ કાં તો ઝીરો હોય કાં તો પછી ૧૦૦ હોય. એ બન્નેની વચ્ચે નથી હોતો. કિશ્તોંવાલા પ્યાર મેરે મેં હૈ હી નહીં. નાપ-તોલ કે મૈં પ્યાર કર હી નહીં સકતી.’
દરેક પાત્રને તે પ્રામાણિકતાથી ભજવે છે. એ વિશે રાધિકાએ કહ્યું હતું કે ‘હું પાત્રને પૂરી પ્રામાણિકતાથી કરવા માગું છું. હું દરેક કૅરૅક્ટરમાં ૨૦૦ ટકા આપવા માગું છું. હું દરેક કૅરૅક્ટરમાં પૂરી રીતે સમર્પિત થવા માગું છું.’