તાજેતરમાં જ આ ફિલ્મનો પ્રોમો શૂટ કરવામાં આવ્યો હતો
સુનીલ શેટ્ટી
‘હેરાફેરી 3’ને લઈને સુનીલ શેટ્ટીએ જણાવ્યું છે કે સારી વસ્તુને બનવામાં સમય લાગે છે. ‘હેરાફેરી’ આજે પણ લોકોને જોવી ગમે છે. એના ત્રીજા ભાગને લઈને લોકોમાં ખૂબ તાલાવેલી છે. તાજેતરમાં જ આ ફિલ્મનો પ્રોમો શૂટ કરવામાં આવ્યો હતો. ફિલ્મમાં અક્ષયકુમારની એન્ટ્રીને લઈને અગાઉ ખૂબ ચર્ચાઓ ચાલી રહી હતી. હવે આ ફિલ્મને લઈને હાશકારો લેતાં સુનીલ શેટ્ટીએ કહ્યું કે ‘ફાઇનલી ‘હેરાફેરી 3’ બની રહી છે. પરેશજી અને અક્કી સાથે સેટ પર આવવા માટે આતુર છું. સારી વસ્તુઓની જેમ આને પણ બનતા સમય લાગે છે. જોકે હવે આ સવાલનો જવાબ મળતાં રાહત મળી છે. આ ફિલ્મ અમારા કલ્ચરનો મોટો ભાગ છે અને આમ છતાં કોઈ નથી સમજી શકતું કે ફિલ્મ બનાવવામાં શું કરવું પડે છે. ક્રીએટિવ ચૅલેન્જિસ, બિઝનેસ મૉડલ અને મૂવી બિઝનેસની જરૂરિયાત એને વધુ પડકારજનક બનાવે છે. કોઈ પણ બિઝનેસમાં સફળ થવા માટે અનેક પરિબળો અગત્યનાં છે જેવા કે સારો આઇડિયા, માર્કેટ રિસર્ચ, સૉલિડ બિઝનેસ પ્લાન, કુશળ ટીમ, યોગ્ય સમયે રોકાણ અને ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક. મૂવી બિઝનેસ પણ એનાથી અલગ નથી.’