આ ફેસ્ટિવલમાં તલવિન્દરે બ્લૅક ટી-શર્ટ અને ડેનિમ જીન્સ પહેર્યાં હતાં તેમ જ પોતાના ટ્રેડમાર્ક જેવા મેકઅપથી ચહેરો છુપાવી દીધો હતો
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
હાલમાં મુંબઈમાં મહાલક્ષ્મી રેસકોર્સ ખાતે યોજાઈ ગયેલા બે દિવસના ‘લોલાપલૂઝા ઇન્ડિયા 2026’ મ્યુઝિક ફેસ્ટિવલમાં દિશા પાટની અને પંજાબી સિંગર તલવિન્દર સિંહ સિદ્ધુ એકસાથે જોવા મળ્યાં હતાં. આ પહેલાં પણ તેઓ ઉદયપુરમાં નૂપુર સૅનન અને સ્ટેબિન બેનનાં લગ્નના ફંક્શનમાં એકબીજા સાથે નિકટતા માણતાં ક્લિક થઈ ગયાં હતાં. એ સમયે જ બન્ને રિલેશનશિપમાં હોવાની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. હવે ‘લોલાપલૂઝા ઇન્ડિયા 2026’ મ્યુઝિક ફેસ્ટિવલમાં બન્નેએ એકબીજાનો હાથ પકડ્યો હતો.
આ ફેસ્ટિવલમાં તલવિન્દરે બ્લૅક ટી-શર્ટ અને ડેનિમ જીન્સ પહેર્યાં હતાં તેમ જ પોતાના ટ્રેડમાર્ક જેવા મેકઅપથી ચહેરો છુપાવી દીધો હતો, જ્યારે દિશાએ વાઇટ કૉર્સેટ ટૉપ સાથે બૅગી ડેનિમ જીન્સ પહેર્યું હતું. તલવિન્દર લોકપ્રિય પંજાબી સિંગર છે અને પોતાની ઓળખ છુપાવી રાખવા માટે જાણીતો છે. આ માટે તે જાહેરમાં ચહેરા પર મોટા ભાગે પેઇન્ટ કરે છે કે માસ્ક લગાવે છે.


