શાહરુખ ખાનની ‘પઠાન’ના ગીતમાં બદલાવ કરવા સેન્સર બોર્ડનો સંદેશ
દીપિકાની બિકિનીનો રંગ બદલાશે
સેન્સર બોર્ડ દ્વારા ‘પઠાન’ના મેકર્સને દીપિકા પાદુકોણની બિકીનીનો રંગ બદલવા માટે કહેવામાં આવ્યું છે. શાહરુખ ખાન અને દીપિકાનું ‘બેશરમ રંગ’ જ્યારથી લૉન્ચ કરવામાં આવ્યું છે ત્યારથી એનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. દીપિકાએ ભગવા રંગની બિકીની પહેરી હોવાથી હિન્દુઓની લાગણીઓ દુભાઈ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. દિલ્હીની એક વકીલે આ માટે ફરિયાદ પણ કરી છે. આથી સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશનના ચૅરપર્સન પ્રસૂન જોષીએ મેકર્સને ફિલ્મમાં અને ગીતમાં કેટલાક બદલાવ કરવાનું સૂચવ્યું છે. તેમ જ થિયેટર્સમાં રિલીઝ થાય એ પહેલાં બદલાવ કરેલા વર્ઝનને સબમિટ કરવા પણ કહ્યું છે.
આ પણ વાંચો:ઝૂમે જો પઠાન ગીત થયું વાયરલ, 30 મિનિટમાં 1 મિલિયન વ્યૂઝ, SRKએ પૂછ્યો પ્રશ્ન
ADVERTISEMENT
આ વિશે પ્રસૂન જોષીએ કહ્યું કે ‘સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન હંમેશાં ક્રીએટિવ એક્સપ્રેશન અને દર્શકોની સેન્સિબિલિટીને બૅલૅન્સ રાખવાની કોશિશ કરે છે. અમે દર્શકો અને સ્ટેકહોલ્ડર્સ વચ્ચે યોગ્ય સોલ્યુશન લાવવાની કોશિશ કરીએ છીએ. હું એ પણ કહીશ કે આપણું કલ્ચર અને લોકોનો જે વિશ્વાસ છે એ ખૂબ જ અદ્ભુત છે. હું એ પણ કહીશ કે આપણે જે પણ દેખાડીએ એનાથી રિયલ અને સત્ય શું છે એના પર સવાલ ન ઊઠવા જોઈએ. મેં આગળ પણ કહ્યું એમ ક્રીએટર્સ અને દર્શકો વચ્ચેનો વિશ્વાસ ખૂબ જ મહત્ત્વનો છે અને એને સાચવીને જાળવવો જોઈએ.’