ગોલ્ડન ગ્લોબ જીત્યા બાદ રાજામૌલીની ફિલ્મ `RRR`ને શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મ (Best Foreign Language Film) માટે ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ મળ્યો છે.
RRR ફિલ્મનો ફરી વિશ્વ સ્તર પર પડઘો
એસ.એસ રાજામૌલી(S.S. Rajamauli)ની ફિલ્મ RRR દુનિયાભરમાં ધૂમ મચાવી રહી છે. RRR એ ફરી એકવાર વૈશ્વિક પ્લેટફોર્મ પર ભારતનું નામ ઉંચું કર્યું છે.ગોલ્ડન ગ્લોબ જીત્યા બાદ રાજામૌલીની ફિલ્મ `RRR`ને શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મ (Best Foreign Language Film) માટે ક્રિટિક્સ ચૉઈસ અવૉર્ડ મળ્યો છે.
આ સારા સમાચાર ક્રિટીક્સ ચોઈસ એવોર્ડ્સના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યા છે.ટ્વીટમાં લખ્યું છે- RRR ફિલ્મના કલાકારો અને ક્રૂને ખૂબ ખૂબ અભિનંદન. આ ફિલ્મને શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મ માટે ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ મળ્યો હતો.
ADVERTISEMENT
એસએસ રાજામૌલીની ફિલ્મ `RRR` આ કેટેગરીમાં `ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ`, `આર્જેન્ટિના 1985`, `બાર્ડો`, `ફોલ્સ ક્રોનિકલ ઓફ અ હેન્ડફુલ ઓફ ટ્રુથ્સ, `ક્લોઝ` અને `ડિસીઝન ટૂ લીવ` જેવી ફિલ્મો સ્પર્ધામાં હતી. પરંતુ આ તમામ ફિલ્મોને પાછળ મુકી RRR ફિલ્મે બેસ્ટ ફૉરેન લેંગ્વેઝ ફિલ્મ માટે ક્રિટિક્સ ચૉઈસ અવોર્ડ પોતાને નામ કર્યો છે.
આ પણ વાંચો: ‘RRR’ બૉલીવુડની ફિલ્મ નથી : રાજામૌલી
Cheers on a well deserved win @RRRMovie ?! pic.twitter.com/f3JGfEitjE
— Critics Choice Awards (@CriticsChoice) January 16, 2023
ક્રિટીક્સ ચોઈસ એવોર્ડ્સના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર એસએસ રાજામૌલીનો એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે.વીડિયોમાં તે હાથમાં ટ્રોફી પકડેલો જોવા મળે છે. તેના ચહેરા પર વિજયનો આનંદ સ્પષ્ટ દેખાય છે.આ ક્ષણ માત્ર RRR ફિલ્મ માટે જ નહીં, પરંતુ ભારતીય સિનેમા માટે પણ ખૂબ જ ખાસ છે.
આ પહેલા પણ લોસ એન્જલસમાં આયોજિત 80મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં એસ.એસ. રાજામૌલીની ફિલ્મ RRR એ ઈતિહાસ રચ્યો. RRRના ગીત `નાટુ નાટુ`ને બેસ્ટ ઓરિજિનલ સોંગનો એવોર્ડ મળ્યો. ચાહકો આ સિદ્ધિની ઉજવણી કરી રહ્યા હતા અને હવે RRR એ શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મ માટે ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ જીત્યો છે.