ઇઝરાયલી ફિલ્મમેકર નાદવ લૅપિડ દ્વારા આ કમેન્ટ ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં કરવામાં આવી હતી
અનુપમ ખેર ઇન ધ કશ્મીર ફાઇલ્સ
ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયાના જ્યુરી ચીફ નાદવ લૅપિડ દ્વારા ‘ધ કશ્મીર ફાઇલ્સ’ને પ્રૉપગૅન્ડા ફિલ્મ અને વલ્ગર કહેવામાં આવતાં અનેક લોકો રોષે ભરાયા છે. ઇઝરાયલ ફિલ્મમેકર નાદવે સોમવારે ‘ધ કશ્મીર ફાઇલ્સ’ વિશે કમેન્ટ કરી હતી. ૧૯૯૦ની ૧૯ જાન્યુઆરીની રાતે પાંચ લાખ કાશ્મીરી પંડિતોએ કાશ્મીર છોડવું પડ્યું હતું. એના પરથી ‘ધ કશ્મીર ફાઇલ્સ’ બનાવવામાં આવી હતી. આ વિશે નાદવે કહ્યું હતું કે ‘૧૪ ઇન્ટરનૅશનલ ફિલ્મ્સમાં સિનેમૅટિક ક્વૉલિટી હતી, પણ પંદરમી ફિલ્મ ‘ધ કશ્મીર ફાઇલ્સ’ને જોઈને અમે બધા શૉક અને ડિસ્ટર્બ થઈ ગયા હતા. આ ખૂબ પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલના આર્ટિસ્ટિક સેક્શનમાં અમને આ પ્રૉપગૅન્ડા, વલ્ગર અને અયોગ્ય ફિલ્મ લાગી હતી. આ સ્ટેજ પર તમારી સાથે આ ફીલિંગ શૅર કરવામાં હું એકદમ કમ્ફર્ટેબલ છું. આ ફેસ્ટિવલના કન્સેપ્ટમાં ક્રિટિકલ ડિસ્કશનને પણ આવકારવામાં આવે છે, જે આર્ટ અને લાઇફ બન્ને માટે જરૂરી છે.’

