વિજૂ ખોટે: 77 વર્ષે બૉલીવુડના 'કાલિયા' એ દુનિયાને કહ્યું અલવિદા
વિજૂ ખોટેનું 77 વર્ષે થયું નિધન
બૉલીવુડ એક્ટર વિજૂ ખોટેનું 77 વર્ષે નિધન થઈ ગયું છે. વિજ ખોટે અભિનેતા અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર સ્ટારર ફિલ્મ શોલેમાં કાલિયાનો રોલ ભજવ્યો હતો અને એ પાત્ર ઘણો પ્રખ્યાત રહ્યો હતો. શોલે સિવાય વિજૂ ખોટેએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. વર્ષ 1964માં ભારતીય સિનેમામાં કામ કરી રહેલા વિજૂ ખોટેની ઘણી ફિલ્મો ઘણી ચર્ચિત રહી, જેમાં શોલે, અંદાજ અપના અપના ઈત્યાદિ નામ સામેલ છે.
આ પણ વાંચો : 'કબીર સિંહ' બાબતે અર્જુન કપૂરે કર્યો મોટો ખુલાસો, કહી આ વાત
ADVERTISEMENT
ફિલ્મ શોલેમાં એમના દ્વારા બોલવામાં આવેલા ડાયલોગ્સ આજે પણ લોકોને યાદ છે અને એમની સ્ટાઈલ પણ આજે લોકો યાદ કરે છે. શોલે સિવાય આમિર ખાન, સલમાન ખાનની ફિલ્મ અંદાજ અપના અપનામાં એમનો રૉબર્ટનો રોલ ઘણો ફૅમસ થયો. વિજૂ ખોટેએ હિન્દી ફિલ્મોની સાથે કેટલીક મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

