Avengers Endgameએ બધા રેકોર્ડ્સ તોડ્યા, ત્રણ દિવસમાં આટલી કમાણી
એવેન્જર્સ એન્ડગેમ
માર્વેલની સુપર ફિલ્મ એવેન્જર્સ એન્ડગેમને વિશ્વભરના લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહી છે અને આમાં ભારત પણ બાકાત નથી. માર્વેલની એવેન્જર્સ એન્ડગેમે ભારતમાં માત્ર 3 દિવસમાં 157 કરોડની કમાણી કરી લીધી છે. એન્ડગેમ ભારતમાં અત્યારસુધીની સૌથી મોટી ઓપનિંગ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.
રૂસો બ્રધર્સના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે ભારતમાં પોતાની રિલીઝના પહેલા વીકેન્ડમાં 157 કરોડ 20 લાખ રૂપિયાનું કલેક્શન કરી લીધું છે. ફિલ્મના ત્રીજા દિવસે 52 કરોડ 70 લાખ રૂપિયાની કમાણી થઈ છે. ફિલ્મના ત્રણેવ ભાષાઓમાં મળીને પહેલા દિવસે 53 કરોડ 30 લાખ રૂપિયા અને બીજા દિવસે 51 કરોડ 40 લાખ રૂપિયાનું કલેક્શન થયું હતું. આ ફિલ્મના પહેલા વીકેન્ડમાં ગ્રૉસ કલેક્શન પણ 187 કરોડ 14 લાખ રૂપિયા થઈ ગયા છે.
ADVERTISEMENT
એવેન્જર્સ એન્ડગેમને પોતાના પ્રિક્વલ એટલેકે એવેન્જર્સ ઈન્ફિનિટી વૉરથી પહેલા વીકેન્ડમાં લગભગ 67 ટકા વધારે કલેક્શન મળ્યું છે. ઈન્ફિનિટી વૉરે પહેલા ત્રણ દિવસે 2000 સ્ક્રિન્સ પર 94 કરોડ 30 લાખ રૂપિયાની કમાણી કરી હતી.
એવેન્જર્સ એન્ડગેમને લઈને ભારત સહિત દુનિયામાં એટલે પણ ઉત્સાહ છે કારણકે થેનૉસની સામે માર્વેલ સુપરહીરોઝની આ છેલ્લી જંગ છે. આ સમયે પણ આર્યનમેન, હલ્ક, કેપ્ટન અમેરિકા, સ્પાઈડરમેન, થોર, કેપ્ટન માર્વેલ અને એન્ટમેન બધા સાથે મળીને હુમલો કરે છે. આ સમયે પણ તમેન ઈન્ફિનિટી વૉરની જેમ રૉબર્ટ ડાઉની જૂનિયર, ક્રિસ ઈવાન્સ, માર્ક રફેલો, ક્રિસ હેમ્સવર્થ, સ્કારલેટ જોહાનસન, જેરેમી રેનર, પૉલ રડ અને બ્રી લાર્સન જેવા સ્ટાર્સ નજર આવશે.
ભારતમાં આ ફિલ્મને હિન્દી, તામિલ અને તેલુગુમાં મળીને 2845 સ્ક્રિન્સ પર રિલીઝ કરવામાં આવી છે. એવેન્જર્સ એન્ડગેમને ભારતમાં અંગ્રેજી સિવાય હિન્દી, તામિલ અઇને તેલુગુ ભાષામાં રિલીઝ કરવામાં આવશે.
આ પણ વાંચો : આ ગુજરાતી સહિતના સેલેબ્સ કરી રહ્યા છે મતદાન, જુઓ ફોટોઝ
આ ફિલ્મના છેલ્લા ભાગમાં એવેન્જર્સ ઈન્ફિનિટી વૉરે 31 કરોડ 30 લાખ રૂપિયાથી ઓપનિંગ લીધી હતી. ત્યારે ભારતમાં 2000થી અધિક સ્ક્રિન્સમાં રિલીઝ કરવામાં આવી છે, જેમાંથી એક હજારની નજીક થિયેટર્સમાં આ ફિલ્મ હિન્દી, તેલુગુ અને તામિલના ડબિંગ વર્ઝનમાં રિલીઝ થઈ હતી. ફિલ્મે પહેલા વીકેન્ડમાં 94 કરોડ 30 લાખ રૂપિયા અને કુલ 227 કરોડ 43 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

