આદિત્ય અને અનન્યાના અફેરની ચર્ચા છે, પરંતુ બન્નેએ હજી સુધી જાહેરમાં એનો એકરાર નથી કર્યો.
અનન્યા પાન્ડે
અનન્યા પાન્ડે તાજેતરમાં જ આદિત્ય રૉય કપૂરને મળવા તેના ઘરે ગઈ હતી. એ દરમ્યાન તેના બિલ્ડિંગની અંદર પ્રવેશ કરતી વખતનો ફોટો ફોટોગ્રાફર્સે ક્લિક કર્યો હતો. એથી તેના બૉડીગાર્ડે આવીને તેનો ફોટો ડિલીટ કરવાની વિનંતી કરી હતી એવું જાણવા મળ્યું છે. આદિત્ય અને અનન્યાના અફેરની ચર્ચા છે, પરંતુ બન્નેએ હજી સુધી જાહેરમાં એનો એકરાર નથી કર્યો. આ બન્નેની મુલાકાત ગયા વર્ષે ક્રિતી સૅનને આપેલી દિવાળી પાર્ટીમાં થઈ હતી. ત્યારથી બન્ને એકબીજાની વધુ નજીક આવ્યાં છે. તે બન્ને થોડા સમય પહેલાં પોર્ટુગલમાં સાથે જોવા મળ્યાં હતાં. હાલમાં જ બન્ને ડિનર પર પણ સાથે ગયાં હતાં. એ વખતે પણ બન્ને કારમાં સાથે બેઠેલાં દેખાયાં હતાં. એ દરમ્યાન અનન્યા પોતાનો ચહેરો છુપાવી રહી હતી, પરંતુ આદિત્ય એકદમ શાંત દેખાતો હતો અને તેના ચહેરા પર સ્માઇલ પણ હતી. હવે આદિત્યના બિલ્ડિંગ બહાર અનન્યા દેખાતાં ફોટોગ્રાફર્સે ફોટો ક્લિક કર્યા અને એ જ વખતે અનન્યાના બૉડીગાર્ડે આવીને ફોટો ડિલીટ કરવા કહ્યું હોવાની ચર્ચા છે.

