અલી અબ્બાસ ઝફર અને દિલજિત દોસંજ ૧૯૮૪માં થયેલા ઍન્ટિ-સિખ હુલ્લડ પર બની રહેલી ફિલ્મમાં પણ કામ કરી રહ્યા છે
અલી અબ્બાસ ઝફર
દિલજિત દોસંજના નવા ગીત ‘વૉઇડ’ને અલી અબ્બાસ ઝફર ડિરેક્ટ કરી રહ્યો છે. દિલજિતના નવા આલબમ ‘મૂન ચાઇલ્ડ એરા’ના ગીત ‘વૉઇડ’નું તેઓ હાલમાં શૂટિંગ કરી રહ્યા છે. આ આલબમના ‘લવર’ અને ‘બ્લૅક ઍન્ડ વાઇટ’ ગીતના વિડિયોને રિલીઝ કરવામાં આવ્યા છે. અલી અબ્બાસ ઝફર અને દિલજિત દોસંજ ૧૯૮૪માં થયેલા ઍન્ટિ-સિખ હુલ્લડ પર બની રહેલી ફિલ્મમાં પણ કામ કરી રહ્યા છે. તેના નવા ગીત વિશે દિલજિતે કહ્યું હતું કે ‘આ પ્રોજેક્ટ માટે અલી સાથે કામ કરવું મારા માટે ગર્વની વાત છે. આ આલબમ અને ગીત મારા દિલની ખૂબ જ નજીક છે અને જે રીતે ગીત તૈયાર થયું છે એ મને ખૂબ જ પસંદ આવ્યું છે. લોકો આ વિડિયોને જુએ એ માટે હું ખૂબ જ ઉત્સાહી છું. ગીતને લોકોએ જેટલો પ્રેમ આપ્યો એટલો આ વિડિયોને પણ આપે એવી આશા રાખી રહ્યો છું.’

