૨૦૦૬ની ૧૪ ડિસેમ્બરે પરવીન સહાની સાથે ઇમરાને લગ્ન કર્યાં હતાં. ૨૦૧૦ની ૩ ફેબ્રુઆરીએ અયાનનો જન્મ થયો હતો
ઇમરાન હાશ્મી
ઇમરાન હાશ્મીએ જણાવ્યું કે જ્યારે મારા દીકરા અયાનને કૅન્સર થયો હોવાની માહિતી મળી ત્યારે અક્ષયકુમારે સૌથી પહેલાં મને કૉલ કર્યો હતો. સાથે જ અક્ષયકુમાર તેના પરિવાર સાથે અડીખમ ઊભો હતો એવું પણ તેણે જણાવ્યું. ૨૦૦૬ની ૧૪ ડિસેમ્બરે પરવીન સહાની સાથે ઇમરાને લગ્ન કર્યાં હતાં. ૨૦૧૦ની ૩ ફેબ્રુઆરીએ અયાનનો જન્મ થયો હતો. ૨૦૧૪માં જાણ થઈ કે અયાનને કૅન્સર છે અને ૨૦૧૯માં અયાન કૅન્સર-ફ્રી બની ગયો હતો. ૨૪ ફેબ્રુઆરીએ રિલીઝ થનારી ‘સેલ્ફી’માં અક્ષયકુમાર અને ઇમરાન હાશ્મી સાથે જોવા મળવાના છે. અક્ષયકુમારની પ્રશંસા કરતાં ઇમરાન હાશ્મીએ કહ્યું કે ‘હું તેમને એક ફૅનની જેમ અનુકરણ કરું છું. હું તેમની પ્રશંસા કરું છું. મારું સૌભાગ્ય છે કે હું છેલ્લાં થોડાં વર્ષોથી તેમને જાણું છું. મારા દીકરાનો જ્યારે હેલ્થ ઇશ્યુ હતો ત્યારે તેઓ મારી સાથે હતા. તેઓ પહેલી વ્યક્તિ હતા જેમણે મને કૉલ કર્યો હતો. તેઓ મારી ફૅમિલીના પડખે ઊભા હતા. એ પહેલાં હું તેમને સારી રીતે નહોતો ઓળખતો. તમારા સારા સમય વખતે તમારી આસપાસ અનેક લોકો જોવા મળે છે, પરંતુ કપરા સમયે તો ફરિશ્તાઓ જ આવે છે અને એ હતા અક્ષયકુમાર.’