આદિત્ય રૉય કપૂર અને અનન્યા પાંડે પોર્ટુગલમાં એકમેકની કંપની અન્જૉય કરી રહ્યાં છે.
પોર્ટુગલમાં લવ બર્ડ્સ
આદિત્ય રૉય કપૂર અને અનન્યા પાંડે પોર્ટુગલમાં એકમેકની કંપની અન્જૉય કરી રહ્યાં છે. આ બન્નેના ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા છે. સાથે જ આ લવ બર્ડ્સ સ્કૂટર ચલાવે છે એવો વિડિયો પણ વાઇરલ થયો છે. આદિત્ય આગળ સ્કૂટર ચલાવે છે અને અનન્યાને સ્કૂટર ચલાવવામાં તકલીફ થઈ રહી છે એવું દેખાય છે. આ બન્નેના રિલેશનને લઈને પણ ચર્ચા ચાલી રહી છે. આ બન્ને પોર્ટુગલની એક કૅફેમાં પણ સાથે જોવા મળ્યાં હતાં. સોશ્યલ મીડિયામાં આ વિડિયો અને ફોટો વાઇરલ થતાં લોકોને તેમની કેમિસ્ટ્રી ગમી રહી છે. કેટલાક તેમની પ્રાઇવસી પર થઈ રહેલા પ્રહારને લઈને ચિંતિત છે. સોશ્યલ મીડિયા યુઝરે કમેન્ટ કરી છે કે ‘શું કામ તેમના ફોટો શૅર કરીને તેમની પ્રાઇવસીને નુકસાન પહોંચાડો છો?’
અન્ય યુઝરે લખ્યું કે ‘આદિત્ય અને અનન્યાને એકલાં છોડી દો. તેઓ પ્રોફેશનલ છે અને મૅચ્યોર છે. તેમને ઉંમર અને તેમની વચ્ચેના તફાવતથી કોઈ ફરક નથી પડતો. લોકોને તેમની જોડી ગમે છે કે નહીં એનાથી કોઈ ફરક નથી પડતો.’

