નેહા ધુપિયા કહે છે કે તે હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં બાવીસ વર્ષથી છે પરંતુ સારી ફિલ્મ હજી સુધી નથી મળી
નેહા ધુપિયા
નેહા ધુપિયા કહે છે કે તે હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં બાવીસ વર્ષથી છે પરંતુ સારી ફિલ્મ હજી સુધી નથી મળી. તેને સાઉથની ફિલ્મની ઑફર મળી છે. જોકે તે મૂંઝવણમાં છે કે એ ઇન્ડસ્ટ્રી વિશે વધુ માહિતી ન હોવાથી એ ફિલ્મને સ્વીકારે કે નહીં. તે હાલમાં વિકી કૌશલની સાથે ‘બૅડ ન્યુઝ’માં જોવા મળી રહી છે. તેણે ૨૦૦૩માં આવેલી ‘કયામત : સિટી અન્ડર થ્રેટ’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. જોકે હજી પણ તેને દિલચસ્પ ફિલ્મ નથી મળી. એ વિશે નેહા કહે છે, ‘મને ઇન્ટરેસ્ટિંગ ફિલ્મમાં કામ મળે એ માટે હું છેલ્લાં બાવીસ વર્ષથી સ્ટ્રગલ કરી રહી છું. ક્યારેક મારી ફિલ્મો બૉક્સ-ઑફિસ પર સારું પર્ફોર્મ કરે છે. કોઈ આવીને કહે છે કે તેમને મારું કામ પસંદ પડે છે તો ક્યારેક ફિલ્મ દર્શકોને પસંદ નથી આવતી.’

