૨૪ ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહેલી આ ફિલ્મને રાજ મેહતાએ ડિરેક્ટ કરી છે જેની સ્ટોરી એક સુપરસ્ટાર અને તેના ફૅન પર આધારિત છે
હું છેલ્લાં ૩૨ વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં છું એમ છતાં હું દિલ્હીના ચાંદની ચૌકનો જ છોકરો છું. અમે સ્ટાર્સ પર દેશના અન્ય લોકો અને અમારા ફૅન્સની જેમ નૉર્મલ વ્યક્તિ જ છીએ. આ ફિલ્મ દુનિયાની તમામ સેલિબ્રિટીઝના ફૅન્સને ડેડિકેટ છે. અમે આજે જીવીએ છીએ અમારા ફૅન્સને કારણે. ફૅન્સ નહીં હૈ તો હમારી કોઈ ઔકાત નહીં હૈ.’
અક્ષયકુમારનું કહેવું છે કે ફૅન્સ વગર ઍક્ટર્સની કોઈ ઔકાત નથી તેની ‘સેલ્ફી’નું ટ્રેલર હાલમાં રિલીઝ થયું છે જેમાં ઇમરાન હાશ્મી, ડાયના પેન્ટી અને નુશરત ભરૂચા જોવા મળી રહી છે. ૨૪ ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહેલી આ ફિલ્મને રાજ મેહતાએ ડિરેક્ટ કરી છે જેની સ્ટોરી એક સુપરસ્ટાર અને તેના ફૅન પર આધારિત છે. આ ફિલ્મ દરેક ફૅન્સને ડેડિકેટ કરતાં અક્ષયકુમારે કહ્યું કે ‘હું છેલ્લાં ૩૨ વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં છું એમ છતાં હું દિલ્હીના ચાંદની ચૌકનો જ છોકરો છું. અમે સ્ટાર્સ પર દેશના અન્ય લોકો અને અમારા ફૅન્સની જેમ નૉર્મલ વ્યક્તિ જ છીએ. આ ફિલ્મ દુનિયાની તમામ સેલિબ્રિટીઝના ફૅન્સને ડેડિકેટ છે. અમે આજે જીવીએ છીએ અમારા ફૅન્સને કારણે. ફૅન્સ નહીં હૈ તો હમારી કોઈ ઔકાત નહીં હૈ.’
આ પણ વાંચો : જે વર્ષે તારો જન્મ થયો હતો એ વર્ષે મેં ઍક્ટિંગની શરૂઆત કરી હતી : અક્ષયકુમાર
ADVERTISEMENT
નરેન્દ્ર મોદી ભારતના સૌથી મોટા ઇન્ફલુએન્સર છે : અક્ષયકુમાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ બીજેપીના કાર્યકર્તાઓને સલાહ આપતાં જણાવ્યું હતું કે ફિલ્મોને લઈને નાહક કમેન્ટ ન કરવી. એને જોતાં અક્ષયકુમારે જણાવ્યું કે તેઓ ભારતના સૌથી મોટા ઇન્ફલુએન્સર છે. શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની ‘પઠાન’ને લઈને દેશમાં વિરોધનો વંટોળ ફૂંકાયો છે. એને લઈને ફિલ્મની રિલીઝ પર પણ વાંધો ઉઠાવવામાં આવ્યો છે. એથી પીએમ મોદીએ આપેલી સલાહને જોતાં તેમની પ્રશંસા કરતાં અક્ષયકુમારે કહ્યું કે ‘આપણા વડા પ્રધાન જ્યારે આવું કહે તો સકારાત્મકતાનો આવકાર કરવો રહ્યો. તેઓ ભારતના સૌથી મોટા ઇન્ફલુએન્સર છે. જો તેઓ કાંઈ કહે અને સ્થિતિ બદલાઈ જાય તો એ ઇન્ડસ્ટ્રી માટે મોટી વસ્તુ છે. સ્થિતિ બદલાવી પણ ખૂબ જરૂરી છે, કારણ કે અમે ખૂબ કઠિન સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. અમે ફિલ્મો બનાવીએ છીએ. એને પાસ કરાવવા માટે સેન્સર પાસે મોકલીએ છીએ. એવામાં જો કોઈ ફિલ્મને લઈને કાંઈ કહે તો ગરબડ થઈ જાય છે. જોકે તેમણે કહ્યું છે તો એ આપણા બધાની ભલાઈ માટે હશે.’