સિદ્ધાર્થ મલ્હોત્રાનું કહેવું છે કે ‘યોદ્ધા’ને કારણે તેનું એક નવું વર્ઝન બહાર આવી શક્યું છે.
‘યોદ્ધા’માં સિદ્ધાર્થ મલ્હોત્રાનું એક નવું વર્ઝન જોવા મળશે
સિદ્ધાર્થ મલ્હોત્રાનું કહેવું છે કે ‘યોદ્ધા’ને કારણે તેનું એક નવું વર્ઝન બહાર આવી શક્યું છે. આ ફિલ્મ ૨૦૨૩ની સાત જુલાઈએ રિલીઝ થવાની છે જેને પુષ્કર ઓઝા અને સાગર આબ્રે દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થની સાથે દિશા પાટણી અને રાશિ ખન્ના જોવા મળશે. આ ફિલ્મ વિશે સિદ્ધાર્થે કહ્યું કે ‘એક આર્ટિસ્ટ તરીકે તમે એવી સ્ક્રિપ્ટ પર કામ કરવા માગતા હો કે એનાથી તમારું બેસ્ટ બહાર આવી શકે. આ ફિલ્મ દ્વારા મારું નવું વર્ઝન બહાર આવ્યું છે અને એ માટે હું ખૂબ જ આભારી છું. દર્શકો પાસેથી મને ખૂબ જ પ્રેમ મળ્યો છે અને એ ખૂબ જ જાદુઈ છે. ‘યોદ્ધા’ને હું લોકો સમક્ષ લાવવા માટે ખૂબ જ આતુર છું.’