ઍરલાઇનનો સ્ટાફ નહોતો ઓળખી શક્યો નીના ગુપ્તાને
નીના ગુપ્તાને ફ્લાઇટ દરમ્યાન ઍરલાઇનનો સ્ટાફ ઓળખી નહોતો શક્યો. તાજેતરમાં જ નીના સાથે એક એવી ઘટના ઘટી જેને તે પોતે પણ ફની જણાવી રહી છે. આ આખી ઘટનાને ‘ધ કપિલ શર્મા શો’માં વિસ્તારપૂર્વક જણાવતાં નીના ગુપ્તાએ કહ્યું હતું કે ‘હું એક વખત ફ્લાઇટથી ટ્રાવેલિંગ કરી રહી હતી. મને મિડલની સીટ આપવામાં આવી હતી. એથી મેં કસ્ટમર સપોર્ટનાં સ્ટાફ પાસે જઈને વિન્ડો સીટ અથવા તો આઇલ સીટ આપવાની વિનંતી કરી હતી.’
વિનંતી કરવા છતાં પણ તેને સીટ આપવામાં આવી નહીં. એથી તેણે પોતાનાં સેલિબ્રિટીનાં સ્ટેટસનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો હતો. એ વિશે જણાવતાં નીના ગુપ્તાએ કહ્યું હતું કે ‘મેં તેમને કહ્યું હતું કે મેં ‘બધાઈ હો’માં કામ કર્યું હતું. આમ છતાં તે મને ઓળખી શકી નહીં. મેં તેને સામો સવાલ કર્યો કે તેણે કેમ આટલી ગ્રેટ ફિલ્મ નથી જોઈ. તો તેણે મને સામો સવાલ કર્યો હતો કે શું હું તામિલ મુવીઝ જોઉં છું?’

